Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લેખ શ્રેણી લેખાંક ૨ જો
પૂજયપાદ પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન
વાચસ્પતિ યુગપુરુષ ગુણરત્નાકર સૂરિદેવને અલવિદા
સત્યની વિતરણ અને વિતરણ
-----
આ છેલા સે વર્ષમાં થઈ ગયેલા મહાપુરુષમાં જેમનું નામ શાસન પ્રભાવના, શાસ્ત્રનિષ્ઠા, તીર્થ રક્ષા, સત્ય પ્રરૂપણ, વિરાગી જીવનની પ્રતિષ્ઠા, હૃદયની વિશાળતા વિગેરે અનેકાનેક ગુણોથી સભર એવા ઉત્તમ ગુણ રત્નાકર પૂજય આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ મુખ્ય શ્રેણીમાં અને મોખરે છે.
તેઓશ્રીના જીવનના પાસા તપાસે તે ખ્યાલ આવે નિસ્પૃહતાની એ મૂર્તિ હતા, શાસ્ત્રના કેઈપણ વચનને પ્રમાણુથી સિદ્ધ કરનારા શાસ્ત્રના પુરસ્કર્તા હતા. ગમે તે વખતે હાજર જવાબ આપી શાસ્ત્ર અને તર્કને રહસ્યને સ્પષ્ટ કરનારા હતા. અવગુણ બેલનારના પણ ગુણ બોલનારા હતા. અપકાર કરનારને પણ ઉપકાર કરનારા હતા. મારવા કે તિરસ્કાર કરવા આવનારા ઉપર પણ કરુણા કરનારા હતા. ગમે તેવા વિકટ સંગોમાં પણ શાસ્ત્ર વચન ઉપર સ્થિર રહેનારા હતા.
આવા આવા તે કેટલાય ગુણ રત્નના તેઓશ્રી રત્નાકર હતા. અને એમના જીવનથી તે પ્રગટ હતા અને મૃત્યુથી પણ પ્રગટ થયા. અરે મૃત્યુ પછીના પ્રસંગમાં પણ જે માનવ મહેરામણ ઉમટયે ઉમટયે એટલું જ પણ હયાથી જે યુગ પુરૂષના વિયેગથી વિશાદ પામ્યા અને આ વિશ્વના વિરાટ પુરૂષને જે અલવિદા આપી તે ખરેખર ગુણ રત્નાકર સૂરિને આત્મીય અંજલિ શ્રદ્ધાંજલિ જ હતી. - તેઓશ્રીના ગુણ રત્નાકર સામે જેઓ ખાબચીયા જેવા બન્યા છે, તેઓને માટે તે કંઈ લખવાનું જ રહે. પરંતુ એ ખાબચીયા આપણે ન બની જઈએ માટે તે ખાબોચીયા બનવાના કારણે સામે રેડ રીઝલ હોય તે ખ્યાલ આવે.
જે કે રેડ સીગ્નલ લગાડવાની જરૂર જ નથી. આ મહાપુરુષના જે ગુણે સાગર જેટલા હતા, તે ગુણની ઉલટી દિશા તે ખાબચીયાના જ લક્ષણ છે.