Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- - - - - - - - -- - - - - ----
Eા મુકિતને પુરૂષાર્થ કયાં? 1 જ --- Kg - Kg - Rs: ----
પિતાને દિકરો નેમિનાથ ભગવાનની અમૃત ઝરતી વાણી સાંભળીને હસતે ખીલતે મહેલે આવી રહ્યો છે તે જાણીને માતા આનંદીત બની હતી.
પરંતુ,
માતાને આનંદ તે ક્ષણક હતે. દિકરે, તે બીજા જ વિચારોમાં આનંદીત હતે. માતાની નજીક આવતા બેટાએ બે હાથ જોડી નમસ્કાર કર્યા. સોનેરી વાળ ઉપર માતાને વાત્સલ્ય ભર્યો હાથ ફરી રહ્યો હતે, તે જ અવશરે બેટાએ પોતાના મનના ભાવ પ્રસારીત કર્યા. આ સાંભળી માતાને ચકકર આવી ગયા. માતા મૂચ્છ ખાઈને ફરસ ઉપર પડી.
શત પચ્ચાર કર્યા પછી માતા કાંઈક ભાનમાં આવીને અશ્રુભરી નયને બોલવા લાગી.
હે બેટા ! તું દીક્ષા લેવાની વાત કરે છે. પણ તે કાંઈ ખાવાને ખેલ નથી, અરે ! એ તે ખાંડાનો ખેલ છે. તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે સંયમ પાળવું બહુ જ કઠીન છે. સંયમ જીવન એટલે લોઢાના ચણું ચાવવા જેવું છે. કયાં તારા આ સોનેરી વાળ ! અને કયાં તારી આ કંચનવણી કાયા ! મારા વહાલસોયા ! તું, આ વાતને આગ્રહ મૂકી દે. માતા દેવકી પિતાના લાડીલા લાલ ગજસુકુમાલને સમજાવી રહી હતી અને આંખમાંથી અશ્રુની ધારા ચાલી જતી હતી.
પણ જેને સંસાર દુઃખમય દેખાણો. સંસાર સવાથી એને જણાયો. પાપથી ખદબદી ઉઠેલો જણાઈ ગયો. શરીર અશુચિની ગટર છે તે દેખાઈ ગઈ. જેને અશુચિની ગટર દુર કરવા માટે રસ્તે દેખાઈ ગયા હોય, દુઃખ અને પાપથી મુકત થવાની સાધનાને માગ જાણી લીધો હય, જેણે મનુષ્યજીવનના મૂલ્ય માપી લીધા હય, એ હવે ઝા રહે ખરે? યુવાન વયના ગજસુકુમાલે પોતાની માતા દેવકીને ખૂબ જ વીનવ્યા. માતાના હદયને પીગળાવી દીધું. માતાએ પ્રશ્નોની ઝડી વર્ષાવી દીકરાએ વળતા એટલા જ જવાબ વાળ્યા.
અનેક સચોટ જવાબ સાંભળીને મા પણ મેંમા આંગળા ઘાલી ગઈ. અંતે, માતા દેવકીને નમતું જોખવું પડયું, પીછેહઠ કરવી પડી, એટલું જ નહિ પણ મને મદ્દગાર નીકળી પડ્યા કે “આવા દીકરાની મા બનીને નારી જગતનું સર્વોચ્ચ-નારીપદ મેં પ્રાપ્ત
ધન્ય છે બેટા તને... આવ આવ મારી નજીક આવ માતા દેવકીએ વાત્સલ્ય પીરસ્યું. લે દિકરા ખુશીથી લે... “તારી મા હવે તને રિક્ષા લેવાની રજા આપે છે.”