Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નમાય
પ્રખ્યાત જૈનાચાય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૯૬ વર્ષની વયે અમદાવાદ ખાતે કાળધમ થયા છે. આવતીકાલે શનિવારે સવારે ૧૦ વાગે અમદાવાદના પાલડી વિસ્તારમાં પિરમલ ક્રોસીંગ પાસેથી પૂજ્યશ્રીની ભવ્ય પાલખી નિકળશે. આ સમયે માટી સંખ્યામાં ભાવિકા અને અનુયાયીઓ હાજર રહેશે.
આચાય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબે ભારતભરમાં ઘુમીને જૈન ધર્મના જયજયકાર કર્યા હતા.
Th
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા દન બંગલામાં આજે સવારે ૧૦ વાગે તેએ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. છેલ્લા દશેક દિવસથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને છેલ્લા બે દિવસથી તબીયત વધુ ગભીર બની હતી, જીવનની છેલ્લી ઘડી સુધી તેઓ સ`પૂણુ` સજાગ અને પ્રભુભક્તિમાં લીન રહ્યા હતા.
આચાર્ય શ્રી પ વર્ષના આચાર્ય પદ
પર્યાય તથા ૭૯ વર્ષના દીક્ષા પર્યાયના ધારક હતા. તેમના સાધુ સાધ્વીઓના ૭૦૦ થી ૮૦૦ ના સમુદાય છે. જૈનસંધ પ૨ તેમના જબરદસ્ત પ્રભાવ હતા અને સુ`બઈ તેમજ દેશભરમાં તેમના સ`ખ્યાબંધ અનુયાયીઓ છે.
આચાર્ય શ્રી શાસ્ત્રોના જ્ઞાતા હતા અને
9*
Aug.
E
વિજય રામચદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબને કાળધમ
1991
સમુદાયમાં કડક શિસ્ત અને સયમન આગ્રહી હતા. ભક્તોને તેમના પ્રત્યે ખૂબ જ માન હતું અને તેમના પડયા ખેલ ઝીલવા માટે તૈયાર રહેતા હતા. આચાય શ્રીએ તેમના દીક્ષા પર્યાયના દીર્ઘકાળમાં અનેક અનુષ્ઠાન કરાવ્યા હતા. તાજેતરમાં દિક્ષા ગ્રહણ કરનાર હિતુરૂચિ વિજયજી મહારાજ (અતુલ શાહ)ના તેઓ ગુરૂ હતા.
આચાય શ્રીએ જૈન શાસનને પ્રભાવશાળી મનાવ્યુ હતુ. તે ખમીરવંતા હતા અને કદી કાઇની શેહમાં તણાયા નહાતા. જમાનાવાદના અનેક અ'આવતા તેમની સામે કુંકાયા હતા પરંતુ તેએ અડીખમ ઊભા રહ્યા હતા એટલું જ નહિ પરંતુ મક્કમપણે ટક્કર ઝીલી હતી. તેમણે સિદ્ધાંતમાં કી બાંધછેાડ કરી નહાતી. સંધમાં ઉદ્ભવતા અનેક જટિલ પ્રશ્નાના તેમણે સહેલાઇથી ઉકેલ આણ્યા હતા.
આચાર્ય શ્રીના પરિચયથી મહાત્મા ગાંધીજી, મહમદઅલી ઝીણા, ડા. રાજેન્દ્રપ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિ આકર્ષાઇ હતી.
૯૬ વર્ષની વયે પણ તેઓ અભ્યાસમાં મગ્ન રહેતા હતા. શસ્રો અ ંગેનુ તેમનું જ્ઞાન ઉડુ' હતું. કાઇપણ પ્રશ્ન અંગેના તેમના અભિપ્રાય નિર્ણાયક બની રહેતા હતા. પૂજયશ્રીએ દેવદ્રવ્યની રક્ષા, તીથ રક્ષા તીર્થોદ્ધાર વગેરે જટિલ સમસ્યાઓમાં