________________
શબ્દપરિચય
૨૭ સ્થાન છે. શરીરમાં યોગાદિનું !
સ્થાન છે તે. અવગ્રહ: મતિજ્ઞાનનો એક ભેદ.
ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનમાં જે અલ્પકાલીન પ્રથમ સામાન્ય પ્રતીતિ થાય છે, અર્થાવગ્રહની અપેક્ષાએ વ્યંજન અવગ્રહ અત્યંત અસ્પષ્ટ છે. તેથી તે મન અને ચક્ષુ દ્વારા થતાં જ્ઞાનમાં હોતો નથી. અન્ય ઇન્દ્રિયોમાં અર્થાવગ્રહ થતાં પહેલા વ્યંજનાવગ્રહ થાય છે. નવા શકોરામાં જળકણ શોષાઈ જાય તેમ અવગ્રહ પુદ્ગલ પદાર્થોનું
જાણવું. અવઢપચ્ચ : દિવસના ત્રણ ભાગ કર્યા
પછીનું પચ્ચકખાણ. અવદાત: સ્વચ્છ. નિર્મળ ગુણો. અવધારણા: નિશ્ચિત અર્થવાળી
ધારણા. અવધિજ્ઞાન: અવધિ - મર્યાદા.
અવધિજ્ઞાન ૧. ભવ પ્રત્યય ૨. ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય દેવને અને નારકને જન્મગતું હોય છે. તેમને મોક્ષના હેતુ માટે અપ્રયોજન છે. ગુણપ્રત્યયઃ સમ્યગ્દર્શન કે ચારિત્રની વિશુદ્ધિને કારણે સાધકોને આ જ્ઞાન થાય છે. આ જ્ઞાન વડે તે રૂપી અને સંયોગી પદાર્થોને જાણે છે તેથી દેશ પ્રત્યક્ષ છે. સર્વ પદાર્થોને જાણે નહિ. |
અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચ સંજ્ઞી જીવોને ગુણ પ્રત્યય હોય છે. લૌકિક દૃષ્ટિએ ચમત્કારિક છે. તેનું મોક્ષમાર્ગમાં કોઈ મૂલ્ય નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની મર્યાદાયુક્ત સીમિત જ્ઞાન છે. હાનિવૃદ્ધિ સહિત છે. પરમાણુથી માંડીને મહાત્કંધ સુધી પુદ્ગલદ્રવ્યોને અસંખ્યાત લોક પ્રમાણક્ષેત્રાદિને પ્રત્યક્ષ (ઉપયોગ વડે) જાણે. ઈન્દ્રિય અને મનની અપેક્ષા-રહિત જાણે. સમ્યક્ત્વ સહિત સમ્યફ અવધિજ્ઞાન છે. મિથ્યાદર્શન સહિત વિર્ભાગજ્ઞાન કહેવાય છે. મતિશ્રુતજ્ઞાન ઇન્દ્રિયજનિત જ્ઞાન હોવાથી પરોક્ષજ્ઞાન છે. અવધિજ્ઞાન અતિન્દ્રિયજ્ઞાન હોવાથી પ્રત્યક્ષજ્ઞાન મનાય છે. મનઃ પર્યવજ્ઞાન અન્યના મનના વિચારોને જાણે છે પ્રત્યક્ષજ્ઞાન છે. વળી ભૂત કે ભવિષ્યના મનઃ પર્યવજ્ઞાન જાણે પણ જુએ નહિ. કારણ કે મનના વિચારો વર્તમાનકાલીન હોય છે. ભૂતભાવિનું ચિંતન કરે પણ સ્પષ્ટ વિચારનું સર્જન ન હોય. અવધિજ્ઞાનને મન સાથે સંબંધ નથી. પરંતુ વિચાર પણ પુદ્ગલજાનત છે તેથી તે રૂપી દ્રવ્યોની જેમ જાણે છે. દેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org