________________
ગુણહાનિઆયામ
આઠમું એ ત્રણ વ્રતનો સમૂહ. ગુણહાનિઆયામ એક ગુણહાનિના સમયનો સમૂહ જેમકે, કોઈ જીવે એક સમયમાં ૬૩૦૦ પરમાણુના સમૂહરૂપ સમયપ્રબદ્ધનો બંધ કર્યો અને ૪૮ સમયની સ્થિતિ પડી. ગુણહાનિઓના સમૂહરૂપ નાના ગુણહાનિ છ પ્રકારના છે. ૪૮ સમયની સ્થિતિમાં ૬ ગુણહાનિ હોવાથી પ્રત્યેક ગુણહાનિનું પરિમાણ ૮ આવ્યું. તેને જ ગુણહાનિનું આયામ કહેવાય છે. ગુણાતીત : આત્મજ્ઞાની, ગુણોને પ્રકૃતિને) ઓળંગી ગયેલું. ગુણાંશ : એક સમયમાં એક ગુણની
અવસ્થા.
ગુપ્તિ ઃ મન, વચન અને કાયાને અશુભ પ્રવૃત્તિથી રોકવા તે.
ગુરુ: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ
સાથે પાંચ મહાવ્રત તથા ક્ષમા, નિરાભિમાનતા, તૃષ્ણાત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન, બ્રહ્મચર્ચ વગેરે શ્રમણધર્મોના
ધારક સાધુ ભગવંત. સ્પર્શના આઠ પ્રકારમાંનો એક પ્રકાર.
૩૬૪
ગૃહપતિરત્ન :
ચક્રવર્તી રાજાના સાતમાનું એક રત્ન. ચક્રરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન, મણિરત્ન, સ્ત્રીરત્ન, ગૃહપતિરત્ન અને
Jain Education International
સરળ
પરિણાયકરત્ન આ સાત રત્ન ચક્રવર્તી રાજાનાં છે.
ગોકર્ણદ્વીપ : લવણસમુદ્રમાં આવેલો એ નામનો અંતરદ્વીપ.
ગોચરી : સાધુ મહાત્માની ભિક્ષા. જેમ ચરવા નીકળેલી ગાય એક જ સ્થળેથી સઘળો ચારો નથી ચરતી પણ થોડું થોડું કરીને અનેક જગ્યાએથી ઘાસ ચરે છે. અને ચારો કેવો છે તે પણ વિચારતી નથી. તેમ સાધુમહાત્મા દેહનિર્વાહ માટે લેવામાં આવતા આહારનો ભાર એક જ વ્યક્તિ કે સ્થળ ઉપર ન નાંખતા થોડું થોડું લઈ નિર્વાહ કરે છે.
ગોત્ર : આઠમાનું એક પ્રકારનું કર્મ, જેના કારણે જીવ ઉચ્ચ અથવા નીચ ગોત્ર પામે તે કર્મ. ગૌતમ : ગુરુ ગૌતમ. મહાવી૨ સ્વામી પરમાત્માના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર. ગ્રંથિ : રાગદ્વેષની ગાંઠ.
ગ્રેવૈયક : બાર દેવલોકની ઉપ૨ આવેલા એ નામના નવ દેવલોક. તેની ત્રણ ત્રિક છે. દરેક ત્રિકમાં ત્રણ ત્રણ દેવલોક છે. તે પુરુષાકૃતિ લોકના ગ્રીવાના સ્થાનના ભાગમાં હોવાથી ગ્રેવૈયક કહેવાય છે. તે ગ્રેવૈક નામના દેવોનું નિવાસસ્થાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org