Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
સાગર
જોવા સાંભળવા છતાં જે નિર્વિકાર રહે છે, દૃષ્ટા છે પણ કર્તા નથી તે. સાગર : સમુદ્ર, ગંગા નદી (સાગ૨),
દરિયો. દસક્રોડાક્રોડી પલ્યોપમ પ્રમાણેનો એક કાળ વિભાગને સાગરોપમની ઉપમા જૈનદર્શનમાં આપવામાં આવી છે. નારક અને દેવો આવા દીર્ઘાયુષી હોય છે. એક જાતનું મૃગ.
સાગરમહિષી : સાગરની પટરાણી ગંગાનદી.
સાગરાજ : મહાસાગર (સાગરવ૨). સાગરલોઢઃ સાગરનું મોજું, તરંગ. સાગરવસ્ત્રા : પૃથ્વી. (સાગરા) સાગરસમાધિ : સમુદ્રમાં પડી દેહ છોડી સમાધિ લેવી તે.
સાગ્ર : ગીચ ઝાડી. સમગ્ર,
સાજઃ ઉપયોગી સામગ્રી. નનામીના સાધનો. સાતક્ષેપ સાત ખાતા, સાતક્ષેત્રમાં ધનનો સદ્ઉપયોગ કરવો તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ (જિનાલય), જ્ઞાન, (શાસ્ત્રો) સાધારણ ખાતું.
સાતત્ય : ચાલુ સ્થિતિ. અવિચ્છિન્નતા,
સતતપણું. સાતાવેદનીય : જે કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય. સાતિશય અધિકતાવાળું. સાતિશય કેવળી : કથંચિત દિ.સં)
Jain Education International
૪૪૬
સરળ
સાત પ્રકાર દર્શાવ્યા છે. ૧. પંચકલ્યાણકયુક્ત તીર્થંકર કેવળી. ૨. ત્રણ કલ્યાણયુક્ત તીર્થંકર કેવળી. વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં તીર્થંકર પ્રકૃતિ બાંધે તેમને તપ, જ્ઞાન, નિર્વાણ એ ત્રણ કલ્યાણક હોય. ૩. બે કલ્યાણકયુક્ત કેવળી આ જ જન્મમાં મુનિદીક્ષા લીધા પછી તીર્થંકર પ્રકૃતિ બાંધે તેમને જ્ઞાન તથા નિર્વાણ બે કલ્યાણક હોય. ૪. સાતિશય કેવળી – જેમને તીર્થંકર નામ પ્રકૃતિનો ઉદય નથી પણ ગંધ ફૂટી આદિ અતિશય હોય. પ. સામાન્ય કેવળી – જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય પણ ગંધ કૂટિ આદિ ન હોય. ૬. ઉપસર્ગ કેવળી જે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં લેશ અંતર્મુહૂર્ત કાળમાં નિર્માણ પામે. ૭. અંતકૃત કેવળી જેમને ઉપસર્ગ અવસ્થામાં જ કેવળજ્ઞાન થયું હોય. સાતિશય પુણ્ય : પુણ્યાનુબંધી પુણ્ય. સાત્ત્વિક : સદ્ગુણી. અપેક્ષાએ સમ
ભાવપણું.
-
સાત્ત્વિકકર્મ : નિષ્કામભાવે કરાતું કર્મ. સાત્ત્વિકસુખ ઃ આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થતું સુખ. સાદિસાંત : આદિ તથા અંત સહિત. સાદ્યંત ઃ આદિથી અંત સુધીનું સંપૂર્ણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478