________________
પૂજા
૧૬ ૨.
બે તથા વિવિધ પ્રકારે છે. નામપૂજા: અરિહંત ભગવંતના નામનો જાપ કરીને હૃદયમાં વિશુદ્ધ ભાવ ધારણ કરવો. સ્થાપનાપૂજા: અરિહંત ભગવંતની વિવિધ આકારે સ્થાપના કરવી આરસ, ઉત્તમ ધાતુ જેવા પદાર્થોની પ્રતિમા દ્વારા તેમના ગુણોનું સ્મરણ થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવપૂજાના પ્રકાર. દ્રવ્યઃ અરિહંતાદિ ભગવંત સમક્ષ જળ, પુષ્પાદિકથી પૂજા કરવી, પંચાંગ ખમાસમણાં દેવાં, પ્રદક્ષિણા કરવી વગેરે. ત્રિકાળ દર્શન કરવાં. ક્ષેત્રપૂજા: અરિહંત ભગવંતના પંચકલ્યાણક જ્યાં થયા હોય ત્યાં ઉપર પ્રમાણે પૂજા કરવી. કાળપૂજા: કલ્યાણકો તથા પર્વના દિવસે થતી વિશેષ પૂજા. તથા નિત્ય નિયમ તરીકે સમયોચિત પૂજા કરવી. ભાવપૂજાઃ અરિહંત ભગવંતના અનંત ગુણોની ભાવપૂર્વક સ્તવના, ચૈત્યવંદન કરવા. જાપ કે ધ્યાન ભાવપૂજા છે. નિશ્ચયપૂજા: વિકલ્પરહિત મન આત્મામાં સ્થિત થાય, અને પરમેશ્વરમાં લીન થતાં બંનેનું
જૈન સૈદ્ધાંતિક સમરસ – ઐક્ય થવાથી કોની પૂજા કરવી? આવી દશા જ્ઞાનીજનોની હોય છે. પંચ પરમેષ્ઠી આત્મામાં જ સ્થિત છે, તેનું મને શરણ હો. એવી ભાવના હોય છે. તે નિશ્ચયપૂજા. આમ અનેક પ્રકારે પૂજા કરવી તે પાત્ર શ્રાવકનું નિત્ય કર્તવ્ય છે. અર્થાત્ ગૃહસ્થ ત્રિકાળ અરિહંત દર્શન તથા ગુરુદર્શન કરવાં તે પ્રથમ કર્તવ્ય છે. રાત્રિએ પૂજાવિધિનો નિષેધ છે. ઉત્તમ શ્રાવકે અરિહંત ભગવંતની સ્નાનાદિથી શુદ્ધ થઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ત્રિકરણ શુદ્ધિ તથા ઉત્તમ પદાર્થો વડે પ્રતિમાની દ્રવ્યભાવપૂજા તથા સિદ્ધ ભગવંતની ધ્યાનથી પૂજા, અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંતની સ્તુતિ, વંદન તથા યોગ્ય સામગ્રી વડે પૂજા કરવી. નંદીશ્વર જેવા દ્વીપ વગેરે સ્થાનોમાં દેવો ભક્તિ-પૂજા કરે છે. કારણ કે જિનપૂજા સગતિદાયક મહાનિર્જરા કરવાવાળી તથા મોક્ષનાં ફળ દેનારી, દુર્ગતિનો નાશ કરનારી અને અધિક પુણ્યની પ્રાપ્તિ કરાવનારી છે. જિનપૂજા રૂપ આરાધના - ભક્તિ ન કરનાર રત્નત્રયની પ્રાપ્તિ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org