________________
શ્રાવક
૨૮૮
કહેવાય છે, છતાં પુણ્યને બદલે | ગુણની વિશેષતા એ સાચો શ્રાવક
સામાન્ય શ્રાવક: શ્રાવકાચાર પાળતો, દ્રતાદિનું પાલન કરતો, આવશ્યક ક્રિયાનો કરનારો પંચ પરમેષ્ઠીના દર્શન પૂજનનો ભક્ત. દાનાદિ ધર્મવાળો, મૂળ - ઉત્તરગુણને જાણનારો, પાળનારો, ગુરુના ઉપદેશ અને આજ્ઞા માનવાવાળો, પંચવ્રતને પાળનારો, અઢાર પાપોથી ડરનારો, ત્રણજીવોની રક્ષાવાળો, પરહિત ચિંતાવાળો હોય છે. યદ્યપિ અપવાદ ત્યજીને શ્રાવક સર્વવિરતિ ધારણ કર્યા પછી મોક્ષમાર્ગને પાત્ર બને છે. અલ્પભવમાં મુક્તિ પામે છે. દેશવિરતિ શ્રાવક ઉત્તમ છે. જેમ આત્માના ત્રણ ભેદ છે તેમ દિ, સં પ્રમાણે શ્રાવકના અપેક્ષાએ ત્રણ ભેદ છે. ૧. પાક્ષિક શ્રાવક ૨, નૈષ્ઠિક શ્રાવક ૩. સાધક પાક્ષિક શ્રાવક: ગૃહસ્થને કુટુંબાદિ પરિવારના નિર્વાહને કારણે હિંસા તથા આરંભાદિ કાર્યો હોય છે પરંતુ તેનું નિવારણ કરવા તે ઉત્સુક છે અને અહિંસાના ભાવ રાખવાવાળો છે. દેવ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતો વ્યસન અને
જૈન સૈદ્ધાંતિક માંસાહાર જેવા અભક્ષ્ય આહારના ત્યાગવાળો. દેવપૂજા, ગુરુવંદનનો ઉપાસક, શક્તિ ગોપવ્યા વગર દાનાદિ કરવાવાળો, પરિગ્રહના ત્યાગનો અભ્યાસી, પાપનું પ્રાયશ્ચિત કરવાવાળો, મૈત્રી આદિ ભાવનાઓની વૃદ્ધિ કરવાવાળો છે, તે અવિરતિ છે. તેના પ્રતાદિ અતિચાર યુક્ત છે તો પણ પાક્ષિક શ્રાવક જરૂર છે. નૈષ્ઠિક શ્રાવક: ભોગથી, ભોગનાં સાધનોનો ત્યાગી સમ્યકૃત્વ સહિત દેશવિરતિની ધારક છે. ઉત્તમ લેયાયુક્ત છે. પ્રતિમાઓને ધારણ કરે છે. વિષયાદિમાં અતિચાર ન લાગે તેવી તેમની જાગૃતિ છે. અણુવ્રતધારી છે. આ ઉપરાંત જિનાજ્ઞા અને ગુરુની નિશ્રાવાળો શ્રાવક ઉત્તમ આચાર, શીલયુક્ત તપ વ્રતને આદરનારો સમ્યગુવંત આત્મા સમીપ મુક્તિ ગામી હોય
સાધક શ્રાવક: મુનિ સમાન ધ્યાનમાં લીન સિદ્ધ ભંગવંતોમાં જેનું ચિત્ત લીન છે. શારીરિક ક્રિયાનો ત્યાગ કર્યો છે. તે સમાધિમરણ કરવાવાળો સાધક શ્રાવક છે, શ્રાવકાચારની આચાર સંહિતાના અનેક ગ્રંથો ઉપલબ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org