________________
સમ
સાધારણ વનસ્પતિનાં શરીર હોય
તે.
સમ : સમાનભાવ - એકીભાવ, મૈત્રી
ભાવ. મધુરભાવ.
(સમ્યક્ત્વ સમ્યગ્દર્શન) સર્વજ્ઞ પરમાત્માના ધર્મની યથાર્થ ચિ. સન્દેવ, સદ્ગુરુ, સધર્મની પ્રત્યે દૃઢ પ્રીતિ-રુચિ. જિનેશ્વર પ્રણીત તત્ત્વની યથાર્થ શ્રદ્ધા.
સમકિત
-
સમચતુઃસ્ત્ર સંસ્થાન ચારે બાજુથી સપ્રમાણ શરીરની આકૃતિ. જમણા ઢીંચણથી ડાબો ખભો, ડાબા ખભાથી જમણો ઢીંચણ. કપાલના મધ્યભાગથી પલોંઠીનો મધ્યભાગ, પલોંઠીનું અંતર આ ચાર જગાનાં માપ સમાનપણે હોય. સમતોલવૃત્તિ જેના મનના પરિણામ સમાન છે. એક પક્ષ કે માન્યતામાં એકાંત ખેંચાણ કે આગ્રહરહિત. સમદત્તિ : દાનનો એક પ્રકાર. સમાનભાવે દાનની વિધિ. સમન્વય કરવો પરસ્પર વિરોધી જણાતા ધર્મો કે લક્ષણોમાં અપેક્ષાએ સમાધાન સમજાવવું, કરવું. બરાબર રચના કરવી જેમકે આત્મા દ્રવ્યે નિત્ય છે અને જન્મમરણ હોવાથી અનિત્ય છે. (અવસ્થાથી) પર્યાયથી અનિત્ય છે. સમભાવમુદ્રા : જેના મુખ ૫૨ રાગ
:
Jain Education International
૨૯૬
જૈન સૈદ્ધાંતિક
દ્વેષના ભાવ ઊપસતા જણાતા નથી.
સમભિરુઢનય : સાત નયમાં છઠ્ઠો નય છે. જે શબ્દના ધાતુ પ્રત્યયથી જેવો અર્થ થતો હોય, તે જ પ્રમાણે શબ્દ પ્રયોગ કરવો, જેમકે મનુષ્યોનું પાલન કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપ. લિંગાદિકના ભેદ હોવા છતાં પણ શબ્દના ભેદથી પદાર્થના ભેદને ગ્રહણ કરે. સમભૂતલા પૃથ્વી: લોકનો અતિશય
મધ્યભાગ, જે ભૂમિની ઉપર નીચે સાત સાત રાજ થાય. અને પૂર્વાદિ ચારે દિશામાં અર્ધો અર્ધો રાજ થાય, તેવી સર્વ બાજુથી મધ્યના ૮ આકાશ પ્રદેશવાળી ભૂમિ. સમય કાળનો અતિ સૂક્ષ્મ પ્રકાર. કાળ, વખત, શાસ્ત્ર, આગમ, સ્વાત્મા, પર્યાયવાચી શબ્દ છે. સંપૂર્ણ દ્રવ્યોની જઘન્ય પર્યાય સ્થિતિ એક સમય માત્ર હોય છે. તે સમય પુદ્ગલ પરમાણુની નજીકમાં સ્થિત આકાશપ્રદેશના અતિક્રમણ પ્રમાણ જે અવિભાજય કાળ છે તે સમય છે. જીવ દ્રવ્ય એક સમયમાં પરિણમન કરે છે અને પરિણમનને જાણે છે તે સમય છે. બહિરાત્મા તથા અંતરાત્મા પરસમય છે, પ૨માત્મા સ્વસમય છે. જે પુદ્ગલ કર્મના
For Private & Personal Use Only
www.jainelibrary.org