________________
કેવલીકવલઆહાર
કેવલીકવલઆહાર : કેવલી ભગવંતે મોઢેથી આહાર લેવો તે. કેવલીગત ઃ કેવલજ્ઞાનીને લગતું. કેવલીગમ્ય : કેવળજ્ઞાની જાણી શકે તેવું. કેવલીસમુદ્દાત ઃ કેવલીજ્ઞાની તરફથી કરવામાં આવતો પોતાના આત્મપ્રદેશનો વિસ્તાર. જે વખતે આત્મા કેવળી અવસ્થા પામે છે ત્યાર પછી આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતીકર્મ બાકી રહે છે. તે વખતે જો આયુષ્ય કર્મની સ્થિતિ ઓછી હોય તો તે જીવ પોતાના આત્માના પ્રદેશ સમગ્ર લોકમાં ફેલાવે છે આમ કરવાથી ચારે કર્મની સ્થિતિ બરાબર થઈ જાય છે. આ ક્રિયાને કેવલી સમુદ્દાત કહે છે.
કેવળઉપયોગ : સામાન્ય અને વિશેષ
સર્વજ્ઞત્વ
બંને પ્રકારનો બોધ સર્વદશિત્વ.
કેવળમહોત્સવ : તીર્થંકરોને કેવળજ્ઞાન
થાય ત્યારે દેવો તરફથી કરાતો મહોત્સવ કલ્યાણક. કેશલોચન : જૈન મુનિ પોતાના કેશ
કોઈ શસ્ત્રની મદદથી કાઢતા નથી તેમજ વધવા પણ દેતા નથી હાથથી કેશ કાઢવાની ક્રિયાને કેશલોચન કહે છે. તે કાયક્લેશ તપમાં આવે છે.
Jain Education International
૩૬૦
સરળ
કોટાકોટિ : ક્રોડાક્રોડ. એક કરોડનો એક કરોડથી ગુણાકાર.
કોટિ : અસંખ્ય, કરોડો.
કોણિક : શ્રેણિક રાજાનો પુત્ર. જે શ્રેણિક રાજાને જેલમાં પૂરીને ફટકા મારતો હતો.
કૌટુંબિક કુંટુંબને લગતું.
કૌસ્તુભ : એક જાતનો અમૂલ્ય મણિ. ક્રિયા : કર્મબંધનો હેતુ; કાયિકી આદિ
૨૫ સાવદ્ય એટલે પાપકારી વ્યાપાર ક્રિયા.
ક્રિયાસ્થાન : કર્મનો વિષય, કર્મબંધનું કારણ.
ક્રીતતરદોષ : વેચાતી કે અદલાબદલી
થી કોઈ ચીજ મેળવીને સાધુ ભગવંતને તે વહોરાવવાથી થતો દોષ.
ક્રોધ ઃ ગુસ્સો, અનાદર, આવેશ. ક્રોધપ્રત્યાખ્યાન ઃ ગુસ્સાનો ત્યાગ. સત્ય વ્રતનું અનુવીચિભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન ભયપ્રત્યાખ્યાન, હાસ્યપ્રત્યાખ્યાન અને માનપ્રત્યાખાન.
ક્રૌચ : તીર્થંકરનો એક ધ્વજ. એક પક્ષી.
સ
ક્ષણલવ તીર્થંકર પરમાત્માનું ક્ષણ
માત્ર કે લવ માત્ર વૈરાગ્ય ભાવથી ધ્યાન (સમયનો સૂક્ષ્મ ભાગ) ક્ષપક : જૈન સાધુ મહાત્મા. કર્મનો ક્ષય
For Private & Personal Use Only
www.jainelibrary.org