________________
શબ્દપરિચય
અર્થોની - પ્રયોજનોની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેવી સંજ્ઞા. સર્વવધિજ્ઞાન : ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો એક પ્રકાર.
સલ્લેખના : ઉત્તમ પ્રકારના સાધકોનો સ્વૈચ્છિક દેહત્યાગ. અતિ વૃદ્ધદશા, અસાધ્ય રોગગ્રસ્ત અથવા વારી ન શકાય તેવા ઉપસર્ગ કે દુકાળ જેવા સમયે સાધક અપૂર્વ સમતાભાવે, અંતરંગ કષાયોનું સભ્યપ્રકારે શમન કરી, આહારાદિનો ક્રમશઃ સંપૂર્ણ ત્યાગ કરી, ક્રમે કરી બાહ્ય દેહત્યાગ કરે તે સલ્લેખના સમાધિમરણ કે અનશન છે. સમ્યગ્દષ્ટિજનોને તે યથાર્થપણે સંભવ હોવાથી તેમનું સમાધિ કે પંડિતમરણ કહેવાય છે. શરીર પ્રતિ જે સ્વભાવથી ઉપેક્ષિત છે તેવા શ્રાવક, શ્રાવિકા, સાધુ કે સાધ્વીજનો ઉપરોક્ત અવસર સમયે કે આયુ પૂર્ણ થવા કાળે આવી સમતાથી દેહનો ત્યાગ કરે છે એ આત્મહત્યા નથી, પરંતુ સ્વૈચ્છિક દેહત્યાગનું પરાક્રમ છે. સલ્લેખના વિધિમાં ઉપદેશના નિર્વ્યાપકો, પરિચારકો વગેરેની અપેક્ષા હોય છે, જેથી સાધકાત્મા ઉત્તમ ભાવમાં સમાધિ ટકાવી શકે તેવું નિમિત્ત હોય છે. બાહ્ય
Jain Education International
303
સહજાનંદી
સલ્લેખના તે દેહાદિનો ત્યાગ અને અંતરંગ સલ્લેખના તે અંતરંગ કષાયોનો ત્યાગ છે. સલ્લેખના બળપૂર્વક કરવામાં
અન્યના આવતી નથી. પોતાની જ સ્વયં પ્રેરણાથી થાય છે. કષાયથી મુક્તિ દ્વારા પરિણામોની વિશુદ્ધિ સલ્લેખના છે. સલ્લેખના સમયે કષાયયુક્ત પરિણામોને કારણે સંસાર ભ્રમણ થાય છે. ધર્મરૂપી અમૃતપાન સહિત સલ્લેખનાધારી (સાધુજનો) સમસ્ત પ્રકારનાં દુઃખોથી મુક્ત થઈ દુસ્તર એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. અને ગૃહસ્થ દેવલોકને પ્રાપ્ત કરી અનુક્રમે મનુષ્યપણામાં ચારિત્રધર્મને પામી મુક્ત થાય છે. સવિચાર : શુક્લધ્યાનનો બીજો પ્રકાર,
જેમાં પૂર્વગત શ્રુતનું સૂક્ષ્મ ચિંતન છે. જે એક પદાર્થમાંથી કે એક યોગમાંથી, પર્યાયમાંથી બીજા પદાર્થ, યોગ કે પર્યાયમાં પરિવર્તન પામવાવાળું છે. સામાન્ય અર્થ વિચારસહિત.
સવિપાક : કર્મનો ઉદય, ફળ યુક્ત કર્મ. સહકારી દરેક દ્રવ્યનો પરસ્પરમાં
ઉપકાર તે સહકારી નિમિત્ત છે. સહજ : સહસિદ્ધ, જે કાર્ય વિના
પ્રયત્ને સહજ પણે સિદ્ધ થાય. સહજાનંદી : કર્મરહિત આત્માની સહજ
For Private & Personal Use Only
www.jainelibrary.org