________________
સાધુ
૩૧૨ સ્થૂલ નિગોદ તે કંદમૂળ આદિ. સાધુઃ પંચમહાવ્રતધારી નિગ્રંથ મુનિ.
જેમાં આત્મ વિશુદ્ધિ પ્રધાન છે. આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ ત્રણે સાધુપણું છે. તેમાં સંઘકત અંતર છે અર્થાત્ ભૂમિકા પ્રમાણે ભેદ છે. ગુરુતત્ત્વની મુખ્યતા છે. મોક્ષના માર્ગભૂત શુદ્ધ ચારિત્રના આરાધક તથા આરાધના કરાવવાવાળા સર્વ જીવોમાં સમભાવવાળા છે. જે સંસારથી સર્વ સંગ પરિત્યાગી છે, તે શ્રમણ, સંયત, વીતરાગ, અનગાર, ભદત, દાંત વગેરે કહેવાય છે. જે વૈરાગ્યની પરાકાષ્ઠાવાળા છે તે એકાંતસેવી છે તે બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત હોય છે. યદ્યપિ જનઉત્કર્ષની ભાવનાવાળા હોય છે. પરિષહોનો જય કરવાવાળા ઉપસર્ગોને સમતાથી સહેવાવાળા
જૈન સૈદ્ધાંતિક તત્ત્વોના જ્ઞાતા, સાગર સમાન ગંભીર, મેરુ જેવા નિષ્કપ, ચંદ્ર સમાન શીતળગુણવાળા, મણિ સમાન તેજસ્વી, ક્ષિતિ સમાન બાધાઓને સહન કરવાવાળા. સર્પ સમાન અનિયતપણે ક્ષેત્રમાં રહેવાવાળા, આકાશની જેમ નિરાલંબ, તથા અપરિગ્રહી, સદાને માટે પરમપદની પ્રાપ્તિની અભિલાષાવાળા, ઉત્તમ સાધુ જનોને વંદન હો. સ્થવિરકલ્પી વળી છત્રીસ ગુણોવાળા સાધુજનો છે. છઠ્ઠા ગુણસ્થાનકે શુભોપયોગ યુક્ત ભક્તિ, શાસ્ત્રાભ્યાસ ઉપદેશાદિ કરે છે. અને સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગયુક્ત હોય છે. જ્યાં નિર્વિકલ્પ દશામાં સર્વ બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત હોય છે. સાધુની દશાની તરતમતાથી પાંચ ભેદ છે. પુલાક બકુશ કુશીલ, નિગ્રંથ તથા સ્નાતક. વ્યવહાર દૃષ્ટિએ પંચમહાવ્રત, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિના ધારક સાધુ છે. નિશ્ચય દૃષ્ટિએ જે અનંત જ્ઞાનાદિ સ્વરૂપ શુદ્ધાત્મામાં રત છે. તે સાધુ છે. સાધુ સવિશેષ તત્ત્વોના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વસહિત હોય તે સાચું સાધુપણું છે. સમ્યક્ત્વરહિત સાધુ સમ્યગુદૃષ્ટિવંત શ્રાવકથી હીન છે.
ઉત્કૃષ્ટ સાધુ દશા જિનકલ્પી – એકાંતવાસી કર્મ શત્રુ સામે સિંહ સમાન પરાક્રમી. સ્વભાવમાં હાથી સમાન ઉન્નત, બળદની જેમ ભદ્ર પ્રકૃતિવાળા, મૃગની સમાન સરળ, પશુસમાન નિર્દોષ ગોચરી વૃત્તિવાળા, પવન સમાન નિઃસંગ, અપ્રતિબદ્ધ પણે વિહારવાળા, સૂર્ય સમાન જ્ઞાન પ્રકાશવાળા, સકળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org