________________
શબ્દપરિચય
માને, યદ્યપિ તેમની ચેતના અતિ અલ્પવિકસિત છે. મૂર્છા પ્રાપ્ત મનુષ્ય જેવી છે. બુદ્ધિપૂર્વક તેમનો વ્યાપાર નથી. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો છે. તેના અસંખ્ય ભેદ છે. જીવો અનંતા અનંત છે. સ્થાવર જીવો અન્ય જીવના સ્પર્શ જ્ઞાનમાં મુખ્યપણે નિમિત્ત છે. તેમનામાં જીવત્વ છે પરંતુ તેઓનો બુદ્ધિપૂર્વક વ્યાપાર હોતો નથી. અગ્નિવાયુ-કાયના જીવો સ્થાવર છે છતાં તેમની હલન ચલન ક્રિયા જોવામાં આવે છે તેથી તેમને ત્રસ પણ કહ્યા છે. પરંતુ તેઓ સ્થાવર નામકર્મના ઉદયવાળા હોવાથી સુખદુઃખના પ્રયોજનથી તેઓનું હલનચલન થતું નથી તેથી ગતિશીલ છતાં સ્થાવર છે.
૩૨૩
સ્થિતિઃ સામાન્ય અર્થ કાળ, સમય, વસ્તુનું રહેવું, અથવા જ્યાં ગતિ નથી તે. સૈદ્ધાંતિક અર્થ કર્મપ્રકૃતિને લાગુ પડે છે. અવસ્થાન કાળને સ્થિતિ કહે છે. બંધકાળથી માંડીને પ્રતિસમય એક એક કરીને કર્મ ઉદયમાં આવીને ખરે છે તે કર્મની સ્થિતિ છે. પ્રતિસમય ખરતા કર્મ દ્રવ્યને નિષેક કહે છે. કષાયની તીવ્રતાને કારણે સંક્લેશ પરિણામોની અધિક અને વિશુદ્ધ
Jain Education International
સ્પર્ધક
પરિણામોની હાન સ્થિતિ બંધાય છે. કર્મરૂપથી પરિણમેલા પુદ્ગલ કર્મ સ્કંધોનું કર્મપણું જીવ સાથે રહેવું તે કાળને સ્થિતિ કહે છે. એક ભવની સ્થિતિ ભવસ્થિતિ છે. કાયાનો પરિત્યાગ થતાં અન્ય ભવ વિષયક સ્થિતિ કાયસ્થિતિ છે. સ્થિતિઘાત : સ્થિતિ કાંડકઘાત. જીવના શુદ્ધ અધ્યવસાયથી કર્મની સ્થિતિનું ઘટવું.
:
સ્થિર સ્થિર નામકર્મની પ્રકૃતિના ઉદયથી શરીરના અમુક અવયવ સ્થિર રહે છે.
સ્થૂણા : ઔદારિક શરીરના સ્થૂણા
પ્રમાણ.
સ્થૂલ ઃ ઉદાર, દેખાય તેવું, હલકું, જાડું. સ્નિગ્ધ ઃ ચીકણું, શરીરના આઠ સ્પર્શમાં એક સ્પર્શ.
સ્પર્દક : વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે.
સ્પર્ધક : સરખે સરખા જેમાં રસઅવિભાગ હોય તેવા કર્મ૫૨માણુઓના સમુદાય તે વર્ગણા. એકોત્તેર વૃદ્ધિના ક્રમે થયેલી વર્ગણાઓનો સમુદાય તે સ્પર્ધક. હાનિ તથા વૃદ્ધિવાળી વર્ગણાઓને સ્પર્ધ્વક કહે છે. એક પરમાણુમાં રહેવાવાળા અવિભાગ પ્રતિચ્છેદોને વર્ગ કહે છે. પ્રત્યેક પરમાણુ એક એક વર્ગ છે. સ્પર્ધકના
For Private & Personal Use Only
www.jainelibrary.org