________________
શબ્દપરિચય
સ્થાન. અનાદિ કાળથી પ્રાણી જન્મ મરણ કરીને લોકના પ્રત્યેક પ્રદેશને, પરમાણુઓને, કાળના સમયોને સર્વ પ્રકારના કષાયભાવોને તથા નકાદિ ભવોને અનંત અનંતવાર ગ્રહણ કરે છે. આવા પાંચ પરિવર્તનરૂપ સંસાર છે. કર્મના વિપાકથી જીવને આવું પરિવર્તન નિરંતર થયા કરે છે. મુખ્યત્વે એક શરીરને છોડે છે અને બીજું ગ્રહણ કરે છે. સંસારચક્ર : જન્મમરણનું પરિભ્રમણ થવું. સંસારમાં ભમ્યા કરવું. અથવા નિરંતર જન્મમરણ કરી સંસારમાં ચક્કર માર્યા કરવું. સંસારાનુપ્રેક્ષા : આ સંસાર જન્મમરણરૂપી કેવો દુ:ખદાયી છે તેનાથી કેમ મુક્ત થવું તેનું ચિંતન કરવું. સંસારાભિનંદી સંસારના સુખમાં અતિશય આનંદ માનનાર. સંસિદ્ધિ થવી : સમ્યગ્ પ્રકારે વસ્તુની પ્રાપ્તિ કે સિદ્ધિ થવી.
:
સંસ્કાર : શુભાશુભ ભાવ વૃત્તિ. સંસ્કારો પૂર્વ ભવના અને આ જન્મમાં નવા ગ્રહણ થાય છે. દરેક જીવમાં સ્વભાવગત સંસ્કાર હોય છે. નિજ આત્મામાં શુધ્ધતા તે આત્મસંસ્કાર છે.
-
સંસ્તનક : બીજા નરકનું પટલ. સંસ્તર ઃ પૃથ્વી, શિલા. દુઃખ ફળક તથા
Jain Education International
સંહનન
દુઃખ આ સંસાર છે. સમાધિના નિમિત્તમાં તેવી વિચારણાની આવશ્યકતા છે. સંસ્તવઃ ભક્તિ, સ્તુતિ, સદૈવાદિની સ્તુતિ ભક્તિ સંસ્તવ છે. સંસ્તારોપક્રમણ : સંથારો પાથરવો. ભૂમિને જોયા વગ૨, પ્રમાાં વગર સંથારો કરવો તે ૧૧મા
વ્રતનો અતિચાર છે. દોષ છે. સંસ્થાન : જે કર્મના ઉદયથી ઔદારિક
આદિ પાંચ શરીરોની આકૃતિ બને છે તે સંસ્થાન નામકર્મ છે. ત્રિકોણ, ચતુષ્કોણ, ગોળ વગેરે આકૃતિ હોય છે.
૩૦૯
શરીરની આકૃતિની રચનાના મુખ્યત્વે છ પ્રકાર છે. સમચતુઃસ્ર, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ (સ્વાતિ) કુબ્જ, વામન, કુંડક શરીર નામકર્મ.
સંસ્થાન વિચય : ચૌદરાજલોક વ્યાપી છ દ્રવ્યોનું સૂક્ષ્મતાથી ચિંતન કરવું. ધર્મધ્યાનનો એક ભેદ છે. સહનન : સંઘયણ : શરીરની હાડકાની મજબૂતાઈનો બાંધો. તે શરીર સંહનન નામકર્મ - તેના છ ભેદ છે. વજ્ર ઋષભ નારાચ, વજનારાય, નારાય, અર્ધનારાચ, કિક, છેવડું, પ્રથમના ત્રણ આરાધનાની દૃષ્ટિએ ઉત્તમ છે. મજબૂત છે. પછીના હલકા અને નબળા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org