________________
શબ્દપરિચય
ભવના આયુકર્મનો બંધ કર્યો નથી. તે ક્ષપક શ્રેણી માંડે છે. તે સમ્યક્ત્વની અપેક્ષાએ ક્ષાયિકભાવ છે. જેણે દર્શનમોહભાવનો ક્ષય કર્યો છે તે ક્ષપક શ્રેણી માંડે છે. ઉપશમ શ્રેણી કરતાં ક્ષપક શ્રેણીની સંખ્યા બે ગણી છે. આ શ્રેણીનો ધારક અંતર્મુહૂર્તમાં કેવળી થાય છે.
શ્રેયસ્કર : હિતકર, લોકાંતિક, દેવોનો એક ભેદ છે.
શ્રેયાંસનાથ : વર્તમાન ચોવીસીના અગિયારમા તીર્થંકર. શ્રોતા : પ્રવચન, વ્યાખ્યાન, ઉપદેશનું શ્રવણ કરે તે. આત્મકલ્યાણની જિજ્ઞાસાવાળો વીતરાગની વાણીનું શ્રવણ ક૨ના૨ સાચો શ્રોતા છે. તેના અનેક ભેદ છે.
(૧) ઉત્તમ શ્રોતા વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જાણનારો (૨) એકદેશ જાણનારો (૩) વસ્તુના સ્વરૂપથી
અજ્ઞાન.
શ્રોતાના આઠ ગુણ છે. સુશ્રુત, શ્રવણ, ગ્રહણ, ધારણ, સ્મૃતિ, ઉહા, અપોહ, નિર્ણય.
જ્ઞાનીનો ઉપદેશ હિતકારક જાણે, પાપભીરુ હોય, સાચાસુખનો અભિલાષી, ઉપદેશની યથાર્થતા જાણનાર, દુરાગ્રહ રહિત અહિંસામય ધર્મને
વિનયસંપન્ન,
૨૯૧
Jain Education International
ધારણ કરનાર.
શ્રોત્ર : કાન. શ્રવણેન્દ્રિય.
શ્લાઘા : પોતાની પ્રશંસા, એક પ્રકારનો દોષ છે.
ક્લિષ્ટ : ચોંટેલું - વ્યાપ્ત આલિંગન યુક્ત.
શ્લેષ : આલિંગન કરવું. ભેટવું. શ્લેષ્મ : નાક, કાનનો મેલ, થૂંક. શ્વેતાંબર : શ્વેત વસ્ત્રધારી જૈન
સાધુસાધ્વીજનો જેમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી બંનેનો સમાવેશ છે. ષટકર્મ : દિ.સં. જિનપૂજા, ગુરુઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન શ્રાવકે આ છ કર્તવ્યો નિત્ય કરવા જોઈએ.
ષટકાય : કાયારૂપી જીવના છ ભેદ. પૃથ્વીકાય, અપકાય(જળ) તેઉકાય (અગ્નિ) વાઉકાય, (પવન) વનસ્પતિકાય, ત્રસકાય (જે હાલતા ચાલતા હોય. પ્રથમના પાંચ સ્થાવર છે.
ષટખંડઃ ભરતાદિ ૧૭૦ ભૂમિઓનાં ક્ષેત્રોમાં પ્રત્યેકમાં બે બે નદી તથા એક.એક વિયાર્ધ પર્વત છે. તેને કારણે આ ક્ષેત્રો છ ખંડમાં વિભાજિત થયાં છે. તેના પર ચક્રવર્તીનું શાસન ચાલે છે. તેમાંથી એક આર્યખંડ અને બીજા પાંચ મ્લેચ્છ ખંડ છે.
For Private & Personal Use Only
પટખંડ
-
www.jainelibrary.org