________________
શ્રુતજ્ઞાનાવરણ
૨૯૦
કારણ નથી. મતિજ્ઞાનનું અત્યંત નિર્મળ થવું, સ્વાધીન થવું તે કેવળજ્ઞાન છે. દ્વાદશાંગ તથા અન્ય આગમાદિ જ્ઞાન દ્રવ્ય કૃત છે અને તે દ્વારા ઉત્પન્ન થતું અનુભવજ્ઞાન તે ભાવકૃત છે. અક્ષર, વર્ણ, પદ, વાક્ય વગેરે રૂપથી-શબ્દથી ઉત્પન્ન થતું અક્ષરાત્મક શ્રુતજ્ઞાન પ્રધાન છે. કારણ કે ભાષાયુક્ત વ્યવહાર, શાસ્ત્રાભ્યાસ સર્વ વ્યવહાર અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. કેવળ લિંગથી ઇન્દ્રિયથી થતું શ્રુતજ્ઞાન બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. પરંતુ તેનાથી વ્યવહારની વિશેષ પ્રવૃત્તિ થતી નથી. યદ્યપિ જીવમાત્રને આ બંને
જ્ઞાન અભ્યાધિક હોય છે. શ્રુતજ્ઞાનાવરણ: જે ભાષા-વચનનો યોગ તથા શાસ્ત્રાદિનું જ્ઞાન તેનું
આવરણ. શૃંખલિતઃ કાયોત્સર્ગનો વ્યુત્સર્ગ
એક અતિચાર. શ્રેણી: પંક્તિ - શ્રેણી શબ્દ અનેક
પ્રકારે પ્રયોગમાં આવે છે. સામાન્ય અર્થમાં સોપાન, પંક્તિ, પગથિયાં વગેરે અર્થ થાય છે. જેમકે આકાશશ્રેણી લોકના મધ્યમાંથી ઉપર નીચે, તિરછે. કર્મની સ્થિત આકાફ: પ્રદેશોની પંક્તિને શ્રેણી
જૈન સૈદ્ધાંતિક કહે છે. દેવલોકમાં વિમાનની શ્રેણી હોય છે. નરકમાં દિશાઓના શ્રેણીબદ્ધ બિલ હોય છે. આધ્યાત્મ ક્ષેત્રમાં શ્રેણી આત્મિક ઉત્થાનની છે તેના બે પ્રકાર છે ૧. ઉપશમ તથા ૨. ક્ષપક શ્રેણી. ૧. ઉપશમ શ્રેણી : મોહનીયકર્મનો ઉપશમ કરીને આત્માનો વિકાસ તેનો ગુણસ્થાન ક્રમ ૮થી ૧૧ છે. દર્શનમોહનીય ક્ષય કરેલો ન હોવાથી તે ઉપશમ શ્રેણીએ ચઢે છે. ક્ષપક શ્રેણી ચઢી શકતો નથી. કષાયોની ઉદીરણા થવાથી અગિયારમેથી તે પાછો પડે છે. કથંચિત આયુકર્મનો ક્ષય થવાથી મૃત્યુ થાય તો દેવલોકમાં ઉત્પન થાય છે. ઔપશમિક ચારિત્ર મોક્ષનું કારણ બનતું નથી કારણ કે અંતર્મુહુર્ત કાળમાં જીવ નીચે આવે છે. કારણ કે મોહનો ઉદય નિશ્ચયથી થાય છે. તે નીચેના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. જો પરિણામ વિશુદ્ધિ થાય તો પુનઃ ઉપરના ગુણસ્થાનકે ચઢે છે. નીચેના ગુણસ્થાને પડવામાં ક્યાં તો આયુક્ષય કે કાળક્ષય કારણ છે. યદ્યપિ તેની સંખ્યા સંખ્યાત છે. ૨. ક્ષપક શ્રેણી : જેણે અસંયતાદિ ગુણસ્થાનમાં કોઈ એક પ્રકૃતિનો ક્ષય કર્યો છે. અને જેણે આગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org