________________
શબ્દપરિચય
સઘન ઃ પોલાણ વગરનું નક્કર, નગદ. સચિત્ત : જીવ સહિતના પદાર્થોને
સચિત્ત કહે છે. અગ્નિ ૫૨ પકાવવાથી, કાપવાથી, મીઠાવડે ચોળવાથી, વનસ્પતિ, જળ, પૃથ્વીના પદાર્થો અચિત્ત બને છે. આ ઉપરાંત કંદ, મૂળ, બીજ, વળી અગ્નિથી અચિત્ત ન થાય તેવા પદાર્થો અભક્ષ્ય છે. સચિત્ત, તથા અભક્ષ્ય પદાર્થો સાધુ સાધ્વીજનોએ સર્વથા ત્યાગ કરવો. ગૃહસ્થ વ્રતધારી હો તેણે પણ ત્યાગ કરવો. અન્ય સર્વે આરાધકોએ વિવેક રાખવો. સુકાઈ ગયેલી, પકવેલી, તાપમાં તપાવેલી, મીઠા કે ખટાશથી મિશ્રિત કરેલી, યંત્રમાં પીસેલી, શસ્ત્રથી છિન્ન કરેલી વસ્તુઓ પ્રાસુક કે અચિત
H•
સચિત્ત પરિહારી : સચિત જીવ
સહિત વસ્તુનો પરિહારી, ત્યાગી. ગૃહસ્થ ધર્મમય જીવનમાં આ દોષને પરિહરે છે. પ્રતિમાધારી ઉત્તરોઉત્તર સર્વથા સચિત્ત વસ્તુનો ત્યાગ કરે છે.
સચેલક સાધુ : દિ.સં.માં કૌપીન જેવું વસ ધારણ કરનાર. શ્વે. સં.માં વસ્ત્રધારી સાધુજનો.
સાય : સ્વાધ્યાય. પ્રતિક્રમણમાં વૈરાગ્યપ્રેરક કાવ્ય ગવાય છે તે.
Jain Education International
૨૯૩
સત્તાગત કર્મ
સત્ : ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુક્ત ત્રણેની યુગપદ પ્રવૃત્તિ તે સત્. સત્ વસ્તુના અસ્તિત્વનું સૂચક છે. સત્નો અર્થ સત્ત્વ છે. સત્તા, સત્ત્વ, દ્રવ્ય, અન્વય, વસ્તુ અર્થ, વિધિ, એ સર્વ એકાÉવાચી છે. સત્ શબ્દ આદર તથા પ્રશંસાવાચક છે. જેમકે સત્પુરુષ, સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ, તત્ત્વનું લક્ષણ સત્ છે. તેનો નાશ નથી.
સત્કાર પુરસ્કાર પરિષહ : કોઈ સત્કાર કરે કે ન કરે પણ તેનો જેને વિકલ્પ થતો નથી તે સત્કાર પુરસ્કાર પરિષહ જ્ય છે.
સક્રિયા : અહિંસાદિ ક્રિયા સક્રિયા
છે. શુદ્ધાત્મામાં સ્થિતિ સક્રિયા. સત્ પ્રતિપક્ષી : સત્ સદા પોતાનો પક્ષ
કરવાની અપેક્ષા રાખે છે. સત્પુરુષ : કિંપુરુષ જાતિનો વ્યંતર દેવ
છે. મુખ્યત્વે મહાત્માઓને જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાની સત્પુરુષ છે. સત્તા : હોવું. વિદ્યમાનતા, અસ્તિત્વ.
આત્મા સાથે ધર્મની અને કર્મની સત્તા હોય છે. સંસારમાં વિશેષ વ્યક્તિઓનું આધિપત્ય, તે સત્તા છે.
સત્તાગત કર્યું : બાંધ્યા પછી ઉદયમાં ન આવેલાં તેવાં સત્તામાં રહેલાં કર્મો, અબાધાકાળવાળાં કર્મો સત્તાગત કર્મ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org