________________
મંગલા
મંગલ સુખદાયક છે, ૫૨માર્થમાં મોક્ષદાયક છે. શાસ્ત્રાભ્યાસમાં શિષ્યો દ્વારા પ્રારંભમાં કરેલા મંગળથી શાસ્ત્રમાં પારંગત થવાય છે. મધ્યમાં મંગળ કરવાથી નિર્વિઘ્ને વિદ્યા પ્રાપ્ત થાય છે. અંતમાં મંગલ કરવાથી વિદ્યાનું ફળ પ્રાપ્ત થાય. અરિહંત મંગલ, સિદ્ધ મંગલ, સાધુ મંગલ, (આચાર્યાદિ.) કેવળી પ્રરૂપિત ધર્મમંગળ પ્રસિદ્ધ છે. તેને મંગલાચરણ પણ કહેવાય છે. મંગલા : એક વિદ્યા છે. મંગલાવર્ત : પૂર્વવિદેહની મંગલાવર્ત એક નગરી છે. મંગલાવર્ત પૂર્વવિદેહનું એક ક્ષેત્ર.
મંજૂષા ઃ વસ્તુ મૂકવાનું સાધન, વસ્તુસંગ્રહપેટી, તે મંજૂષાનો અર્થ થાય છે. મંડપભૂમિ સમવસરણની આઠમી ભૂમિ.
મંડલીક : રાજાની એક પદવી. મંડલીક વાયુ : એક પ્રકારનો વાયુ મંડળ : ગોળાકારે રહેલું ચક્ર. જંબુદ્વીપમાં સૂર્યચંદ્રને ફરવાનાં મંડળો છે.
:
૨૧૦
મંડળઃ પ્રાણાયામ સંબંધી ચાર મંડળો છે. સામાન્યતઃ સમૂહને મંડળ કહે છે.
મંત્ર : મંત્ર એક શક્તિ છે. વિદ્યા, મણિ,
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
મંત્ર, ઔષધ વગેરેની અચિંત્ય શક્તિનું માહાત્મ્ય પ્રસિદ્ધ છે. એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ તર્કનો વિષય નથી. સર્વધર્મ સંમત છે.
મંત્રનો લૌકિક વ્યવહાર મોક્ષમાર્ગમાં નિષેધ છે. વળી વશીકરણ જેવી મલિન વિધિનો પણ નિષેધ છે. મંત્રસિદ્ધિના ચમત્કાર પણ નિષેધ છે. તેવાં કારણોનું સેવન કરનાર સાધક કે સાધુ માર્ગથી મુત થાય છે. અધોગતિ પામે છે. યદ્યપિ કષ્ટકારી ઉપદ્રવોને સાધુ વ્યક્તિ કે સંઘ માટે મંત્ર દ્વારા વિદ્યા) તે ઉપદ્રવોને નષ્ટ કરે તે વૈયાવૃત્તિ કે આપદધર્મ છે. લૌકિક વ્યવહારનાં અનેક પ્રકારના મંત્રની ઉપાસના હોય છે.
જૈનદર્શનમાં નમસ્કાર પંચપરમેષ્ઠી મંત્રની વિશેષતા છે. તેમાં નવકારમંત્રની ચાર પદની ચૂલિકા સાથે અનેક પ્રકારે ઉપાસના કરવામાં આવે છે, કારણ કે ચૂલિકામાં દર્શાવ્યા પ્રમાણે સર્વ પાપનો નાશ કરવાને સમર્થ આ મંત્ર છે. આસન, આહાર, ભાવશુદ્ધિ સહિત શ્રદ્ધા આદરયુક્ત આ મંત્રની ઉપાસના ભવનિવારણનો હેતુ બને છે. તે જાપ, માળા અને
For Private & Personal Use Only
—
www.jainelibrary.org