________________
શબ્દપરિચય
સંવરનિર્જરારૂપ શુદ્ધભાવ છે. ક્ષેત્ર, કાળ, ગતિ, અન્ય લિંગ, તીર્થ, ચારિત્ર,
૨૨૧
પ્રત્યેકબોધિત,
બુદ્ધબોધિત. જ્ઞાન, અવગાહન, અંતરસંખ્યા અલ્પબહુત્વ જેવા અનેક ભેદ છે.
શ્વે. સં. પ્રમાણે પંદર લિંગે પૂર્વાવસ્થાઅનુસાર ભેદ છે. મહાવિદેહ સિવાય કર્મભૂમિમાં સુષમાદુષમાના ત્રીજા આરાના અંતઃભાગમાં તથા દુષમાસુષમાના ચોથા આરામાં મનુષ્ય સિદ્ધ થાય છે. મહાવિદેહક્ષેત્ર ચોથા આરા જેવો છે. ત્યાં તીર્થંક૨ ૫રમાત્માનું સાતત્ય છે, તે ક્ષેત્રમાં ભવ્યાત્મા મનુષ્ય સર્વકાળે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષપાહૂડ : દિ. આ. કુંદકુંદ રચિત મોક્ષપ્રાપ્તિના ક્રમનો ગાથાબદ્ધ ગ્રંથ.
મોક્ષમાર્ગ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્રરૂપ રત્નત્રયના શુદ્ધ પરિણામ તે મોક્ષ માર્ગ છે. તેમાંથી કોઈ એક સાધનથી મોક્ષ નથી. કારણ કે તત્ત્વરૂપ પદાર્થને જાણીને તેની શ્રદ્ધા કે રુચિ થવામાત્રથી કે શાસ્ત્રજ્ઞાનથી મોક્ષ નથી પરંતુ તેની સાથે શુદ્ધ ચારિત્ર હોવું જરૂરી છે. વ્યવહારથી સાધના માટે ભેદ બતાવ્યા છે, તે વ્યવહારૂપ છે.
Jain Education International
મોક્ષમાર્ગ
પરંતુ તે એક અખંડ ચેતનના સામાન્ય અને વિશેષ અંશ છે. સામાન્યતઃ સાધક અભ્યાસદશામાં સવિકલ્પ થઈને પછી. નિર્વિકલ્પતાને પ્રાપ્ત કરે છે. સમ્યાન, સમ્યગ્દર્શન, સભ્યશ્ચારિત્ર, સભ્યતપ આ ચારના ઐક્યથી સંયમ હોય છે. જે જીવને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ાન સ્વયંપ્રકાશક છે. તપ કર્મવિનાશક છે. ચારિત્ર રક્ષક છે. ત્રણેનો સંયોગ મોક્ષપ્રાપ્તિનું કારણ છે. રોગમુક્તિ માટે ઔષધની શ્રદ્ધા, તેનું જ્ઞાન તથા સેવન જરૂરી છે, તેમ સમ્યગ્ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણેની મોક્ષમાર્ગમાં આવશ્યકતા છે. અર્થાત્ જ્ઞાનક્રિયાનો સંયોગ કાર્યકારી છે. મોક્ષમાર્ગ એક સાધનથી નથી. જીવાદિ નવ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન પૂર્વસંબંધી આગમજ્ઞાન, પદાર્થોનો અધિગમ સમ્માન છે. અને રાગાદિનો પરિહાર સમ્યારિત્ર આ વ્યવહાર-મોક્ષમાર્ગ છે. જે આત્મા સ્વને જાણે છે, જુએ છે. સ્વરૂપાચરણ કરે છે તેવી અભેદ રત્નત્રયની શુદ્ધ પરિણતિ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. સમસ્ત ચગાદિ વિકલ્પોપાધિરહિત
For Private & Personal Use Only
www.jainelibrary.org