________________
શબ્દપરિચય
૨૩૫
૭ રાજ આદિ પહોળાઈવાળો લોક | રાજવાર્તિક: દિ. આ. અકલંકભટ્ટરચિત
સર્વાર્થસિદ્ધિ પર વિસ્તૃત સંસ્કૃત
વૃત્તિ છે. રાજસદાનઃ જે દાન આપે તેમાં
સાત્ત્વિકતા હોય પણ ફળની
આકાંક્ષાવાળો હોય. રાજા : ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા,
પ્રજાનું પાલન કરનાર, દુખેથી રક્ષણ કરનાર, મુગુટ ધારણ કરવાવાળા, પ્રજાને માટે કલ્પવૃક્ષ,
સમાન. રાજ્યપિડઃ રાજાના રસોડાનો આહાર,
સાધુ સાધ્વીજનોને ખપતો નથી. ચત્રિભોજનઃ રાત્રે, સૂર્યાસ્ત પછી
ભોજન-આહાર કરવો તે. જૈન દર્શનમાં રાત્રિભોજન ત્યાગનું ઘણું મહત્ત્વ છે. તેમાં સૂક્ષ્મ-ત્રસ જીવોની હિંસાનો મહાદોષ લાગે છે. વીજળી દીવા, અન્ય દીવા, કે અન્ય પ્રકાશ હોય તો પણ તે સૂક્ષ્મજીવો ભોજન, અગ્નિમાં કે આહારાદિ વસ્તુમાં પડે તેને આપણે જોઈ શકતા કે બચાવી શકતા નથી. અણુવ્રતધારી કે પાક્ષિક ઉત્તમ શ્રાવકે સૂર્યોદય પછી ૪૮ મિનિટ થાય ત્યારે અને સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટ થયા પહેલાં ભોજન આહાર કરી લેવો જોઈએ. યદ્યપિ શ્રાવકપણું મળ્યું છે
રાત્રિભોજન તે સર્વને માટે રાત્રિભોજન ત્યાગ ઉત્તમ છે. વિશેષપણે જો વાદળાથી ઘણું અંધારું થાય ત્યારે પણ ત્યાગ કરવો જોઈએ. અણુવતી આ નિયમ ન પાળે કે ઔષધાદિ સાંજ થયા પછી લે તો તેમાં અતિચાર લાગે છે. અર્થાતુ મન વચન કાયાથી રાત્રિભોજન ત્યાગ કરે છે તે જીવદયા/અહિંસાને ઉત્તમ પ્રકારે પાળી શકે છે. અન્યથા હિંસા થાય છે. રસ ગારવવાળો જીવ રાત્રિ-ભોજન ત્યાગ કરી શકતો નથી. આવો અવિવેક એ ભાવહિંસા છે. વળી રાત્રિભોજનમાં અગ્નિ તથા દીવાના પ્રકાશની જરૂર પડે છે. જેમાં અગ્નિકાયના જીવોની હિંસા રહેલી છે. વળી રાત્રે બનાવેલા ભોજનને દિવસે જમવાથી પણ દોષ-અતિચાર લાગે છે. અનિવાર્ય સંયોગોમાં જળ ઔષધ જેવા પદાર્થો લે તેનો પણ શ્રાવકને રંજ હોવો જોઈએ. શ્રાવક ૧૧ પ્રતિમા ધારણ કરી આત્મવિકાસ કરે છે. જેમ જેમ પ્રતિમા ગ્રહણ કરે તેમ તેમ આવા નિયમ અવશ્ય પાળે છે. જોકે નિયમથી અણુવ્રત કે છઠ્ઠી પ્રતિમા સમયે રાત્રિભોજન ત્યાગની વિશેષતા છે. છતાં દરેક અવસ્થામાં આ નિયમ હિતાવહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org