________________
વનાવાસ્યા
નિગોદ : નિ’એટલે અનંતપણું, જેનું નિશ્ચિત છે તે જીવોને ‘ગો’. દ' એટલે દે છે. એવું જેનું શરીર નિગોદ છે તે જીવને નિગોદ કહેવામાં આવે છે. સંતરા, કેરી, સફરજન, ચીકુ જેવાં ફળો અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ છે. પાંદડાં, ફળ, ફૂલ અત્યંત કુમળી અવસ્થામાં સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ હોય છે. પરંતુ પાકી જવાથી કે વિકસિત થવાથી અપ્રતિષ્ઠિત થાય છે. અનંત જીવોનું સમાન શરીર હોવાથી તે અનંતકાય છે. તે સર્વે અભક્ષ્ય માનવાં. જેનું મૂળ બીજ છે તે આદુ, લીલી હળદર, કંદમૂળ-મૂળબીજ છે. જે કંદથી ઉત્પન્ન થાય તે બટાટા સૂરણાદિ કંદમૂળ છે. સાધારણ નામકર્મના ઉદયથી જીવ નિગોદ શરીરી હોય છે. સૂક્ષ્મબાદર બંને જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તા હોય છે. વનાવાસ્યા : ભરતક્ષેત્રનું એક નગ૨. વનીપક : આહાર સંબંધી એક દોષ. વન્ધ્યબીજ: જે બીજમાં ફળ ન બેસે,
૨૪૮
ઉગાડવા છતાં અંકુર ન ફૂટે. વન્ધ્યા સ્ત્રી ઃ જે સ્ત્રીને પુરુષનો યોગ
થવા છતાં પુત્રપ્રાપ્તિ ન થાય તે. વપુઃ શરી૨. રૂપ, વિનાશી પદાર્થ. વમન થવું : કરેલું ભોજન મુખથી વિકૃત
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
:
થઈને ઉદાનવાયુના ધક્કાથી બહાર આવે, ઊલટી થવી, ચોવિહારના પચ્ચક્ખાણ પછી વમન થાય તે અતિચાર છે. વય : ઉમ૨. જે બાળ યુવાન વૃદ્ધાવસ્થાને સૂચવે છે. આયુષ્યકર્મને આધારિત છે. વાસ્તવમાં શુદ્ધાત્મના સંવેદનને વિનાશ કરવાવાળી બાળ, યુવાન, વૃદ્ધત્વ અવસ્થાના કારણે ગણાતો જીવનનો કાળ સમયમર્યાદા. વયોવૃદ્ધ ઉમરમાં વૃદ્ધ અનુભવી પુરુષો. વરતનુઃ ઉત્તમ શરીરનું રૂપ. વરચિ : નવમા નંદ રાજાનો પુરોહિત - તે શાલમંત્રીનો દ્વેષી - જેના કારણે શકટાલનું મૃત્યુ થયું હતું. વરવીર ઃ ભરત ચક્રવર્તીના નાના ભાઈ. દીક્ષા ગ્રહણ કરી મોક્ષે ગયા. વરસીદાન : તીર્થંકર ભગવાન સંસારનો ત્યાગ કરતાં પહેલાં એક વરસ સુધી સતત વસ્ત્ર, ધન, ઝવેરાતનું દાન આપે તે. વરાટક : ક્રોડી. કોડી
વરાહમિહિર ઃ રાજા વિક્રમાદિત્યના નવરત્નમાંથી એક પ્રસિદ્ધ કવિ, શ્રુતકેવળી ભદ્રબાહુના નાના ભાઈ
હતા.
વરુણ : લોકપાલ દેવોનો એક ભેદ. મલ્લિનાથ ભગવાનનો શાસક
For Private & Personal Use Only
www.jainelibrary.org