________________
શબ્દપરિચય
૨૦૧
કરવી. સવિશેષ સાધુસાધ્વીજનોને શારીરિક પીડા સમયે, કોઈ ઉપદ્રવ સમયે, વળી આહાર ઔષધ, શુદ્ધજળ, સ્થાન વગેરે જરૂરિયાત પૂરી કરવી. જેના વડે સ્વકલ્યાણ થાય છે. ઉત્કૃષ્ટ ભાવનાયુક્ત વૈયાવૃત્તથી તીર્થંકર નામકર્મ પણ બંધાવાની સંભાવના થાય છે. વૈયાવૃત્ત ન કરનારનો ગુણવિકાસ થતો નથી. અધર્માચરણ થાય છે. સાધુસાધ્વીજનો પરિગ્રહરહિત છે, ગૃહસ્થો પરિગ્રહી છે. વૈયાવૃત્ત પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી તેમને તે મુખ્યતાએ છે. સાધુસાધ્વીજનો ઉપકારી અને પવિત્ર હોવાથી તેમની વૈયાવૃત્ત વધુ લાભકારી છે. અન્યની પાત્રતા પ્રમાણે વૈયાવૃત્ત કરવી તે ગૃહસ્થનો ધર્મ છે.
વૈ૨: અન્યોન્ય સંઘર્ષ દ્વારા શત્રુતા રાખવી. વૈરાગ્ય : વિરાગ - વિરક્તિ, વિષયોથી વિરક્તિ, સંસારનાં સુખ ભોગ દેહ, પરિવાર પ્રત્યે અનાસક્ત ભાવ. મધ્યસ્થ, સમતા, ઉપેક્ષા, સામ્ય, નિઃસ્પૃહા, વૈતૃણ્ય, શાંતિ એકાર્યવાચી છે. વૈરાગ્યની પુષ્ટિ માટે અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર એમ સોળ ભાવનાથી ભાવિત
થવું.
Jain Education International
વ્યક્તવ્યતા
વૈરાત્રિક : અર્ધીરાત પછી બે ઘડી થાય ત્યાંથી માંડી બે ઘડી રાત બાકી રહે તેટલા કાળને વૈરાત્રિક કહે છે. વૈરાનુબંધ : પૂર્વભવોના પસ્પર વૈમાં જે પ્રકૃતિના ઉદયથી નવો વેરભાવ બંધાય. જેમ અગ્નિશમાં–કમઠ વગેરે.
વૈશેષિક : એક મત છે. ઈશ્વરને સૃષ્ટિના સર્જન તથા પ્રલયના કર્તા માને, શિવના ઉપાસક છે. પ્રત્યક્ષ તથા અનુમાન બેનો સ્વીકાર કરે છે. તે મતના સાધુ વૈરાગી કહેવાય છે યદ્યપિ કોઈ સ્ત્રી સહિત હોય છે. નમસ્કાર કરવાવાળાને ૐ નમઃ શિવાય' કહે અને સંન્યાસીઓને નમઃ શિવાય કહે. જટાધારી જેવા સંન્યાસીઓ હોય છે.
વૈશ્ય વણિક, જે વ્યાપાર, ખેતી,
પશુપાલન આદિથી જીવિકા કરે. ન્યાયસંપન્ન ધનની પ્રાપ્તિ કરે. વૈસ્ત્રસિક ક્રિયા : સ્વાભાવિક ક્રિયા. વૈસ્ત્રસિક કુદરતી. વોસિરામીઃ દુષ્ટ એવાં પાપોથી મારા
આત્માને દૂર કરું છું. વ્યક્તવ્ય : પોતાના અભિપ્રાય, માન્યતા
કે વિચારને દર્શાવવો.
વ્યક્તવ્યતા : જેના દ્વારા અભિપ્રાય
આદિ વ્યક્ત થાય તેની પ્રતિભાને વ્યક્તવ્યતા કહે છે. પરમાર્થથી જે શાસ્ત્રોમાં સ્વસમય
For Private & Personal Use Only
www.jainelibrary.org