________________
વ્રતી
સામાન્ય
છતાં જેમ ફોતરા સહિત ધાન્ય પણ ફ્ળનો હેતુ થાય છે તેમ નિરતિચાર વ્રત પરંપરાએ મોક્ષનો હેતુ થાય છે. દેશવ્રતમાં મર્યાદિત ત્યાગ હોવા છતાં તે અણુવ્રત મહાવ્રતના સંસ્કાર માટે ઉપયોગી છે. તેથી સામાયિકના વ્રતમાં શ્રાવક સાધુ જેવો કહ્યો છે. વ્રત અનેક પ્રકારનાં છે, પ્રકારની હિંસાદિનો ત્યાગ કરી ક્રમે ક્રમે પ્રતિજ્ઞાઓમાં વૃદ્ધિ કરવી. અને પૂર્ણ વ્રતની યોગ્યતા કરવી. વ્રતી : નિઃશલ્યો વ્રતી, અણગારી સંસારથી નિવૃત્ત છે તે મહાવતી. આગારી ગૃહસ્થ સંયાસંયત તે અણુવતી. વ્રતના બદલામાં કોઈ પણ પ્રકારના ફળની આકાંક્ષારહિત હોય છે. આકાંક્ષા દોષશલ્ય છે. કારણ શલ્ય વ્રતને ઘાતક અને બાધક છે. જેમ શરીરમાં કાંટો ઘૂસવો કષ્ટદાયક છે, તેમ વ્રતમાં શલ્ય કષ્ટજનક છે. વ્રતને નિષ્ફળ કરે છે.
શકઃ ૧. વર્તમાન નામ બેક્ટ્રિયા છે. ૨. સંવતના અર્થમાં કહેવાય છે શકટ: જેમાં ભાર ભરીને લઈ જવાય તેવું બે પૈડાવાળું વાહન - ગાડું. શકટમુખી : વિજ્યાર્ધ દક્ષિણ શ્રેણીનું
Jain Education International
૨૭૬
જૈન સૈદ્ધાંતિક
એક નગર.
શકવંશ : મગધદેશની રાજ્ય વંશાવલી અનુસાર એક નાની જાતિ. ૬૦૫માં શકસંવત પ્રચલિત થયો હતો. શક્ય પ્રયત્ન ઃ કાર્યસિદ્ધિ થાય તેવો
પ્રયત્ન.
શક્ય પ્રાપ્તિ ઃ પ્રમેયોને (જણાવા યોગ્ય પદાર્થ) જાણવાને માટે પ્રમાતાનું પ્રમાણ. (જાણનાર)
શક્યારંભ ઃ જે કાર્ય કરવું શક્ય હોય તેનો આરંભ કરવો.
શતક ઃ સો ગાથા લગભગના ગ્રંથો શતક કહેવાય. જેમકે સમાધિ શતક - કર્મગ્રંથશતક.
શતપર્વ: એક વિદ્યા. શતભિષા : એક નક્ષત્ર. શતમુખ : ભગવાન વાસુપૂજ્યનો શાસક યક્ષ. સો મુખ જેવી શક્તિ. શતાબ્દી મહોત્સવ : સો વર્ષ પૂર્ણ થયાં
હોય તેનો મોટો ઉત્સવ. શતાર : કલ્પવાસીદેવોનો એક ભેદ. શત્રુ : વૈરભાવ રાખનાર, અંતરંગ શત્રુ મોહ છે.
શત્રુંજય :
પાલીતાણા મહાતીર્થ (વિવાર્ધ ઉત્તર શ્રેણીનું એક નગર) શનિ : એક ગ્રહ છે, જે લોકપ્રસિદ્ધ છે. શન્મુખ ઃ ભગવાન વાસુપૂજ્યના
શાસકયક્ષ : શતમુખ.
શબલ : અસુર ભવનવાસી દેવ.
For Private & Personal Use Only
www.jainelibrary.org