________________
શુક્લધ્યાન
છે. આત્મા નિજાત્મમાં લીન છે. સ્વસંવેદન જ્ઞાન શુક્લધ્યાન છે. તે પછી અત્યંતર અવસ્થામાં નિશ્ચિત, બાહ્ય શરીરાદિ પદાર્થોથી તદ્દન ભિન્ન-શૂન્ય, અત્યંત નિર્મલ આત્મા કેવળી થાય છે. સર્વ અવલંબન રહિત દશા હોવાથી શૂન્ય કહેવાય છે. અવલંબન યુક્ત દશા ચિંતન કે ભાવના છે. શ્રેણીમાં ૮મા ગુણસ્થાને ધર્મધ્યાન સાથે અપેક્ષાએ શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. પ્રથમ બે ભાંગા ૧૩મા ગુણસ્થાને હોય છે. શુક્લધ્યાનના ચાર ભેદ છે. ૧. પૃથકત્વ વિતર્ક સવિચારધ્યાન : આ ધ્યાનમાં અનેક દ્રવ્યોના વિષયોનો વિચાર ચિંતન હોય છે. તે સમયે ઉપશાંતમોહ મુનિ મન વચન કાયાના યોગનું પણ પરિવર્તન કરે છે. અર્થને વાચક શબ્દ તથા અન્યોન્ય યોગોનું સંક્રમણ થાય છે. સંક્રમણમાં વિચારનો સાવ હોવાથી આ ધ્યાન સવિચાર કહેવાય છે. અનેક દ્રવ્યોના જ્ઞાન ક૨વાવાળા શબ્દશ્રુત વાક્ય દ્વારા આ ધ્યાન ઉત્પન થાય છે.
પૃથકત્વ અલગ, વિતર્ક શ્રુતજ્ઞાન, સવિચા૨-વિચાર
સંક્રમણ, યદ્યપિ ધ્યાન કરવાવાળા
-
Jain Education International
૨૮૨
જૈન સૈદ્ધાંતિક
મુનિને જેટલા અંશમાં સ્વરૂપમાં સ્થિરતા નથી રહેતી તેટલા અંશોમાં અબુદ્ધિવશ વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી એક અર્થમાંથી બીજા અર્થમાં, ત્રણે યોગમાંથી કોઈ પણ એક યોગમાં જે પરિણમન થાય છે તેને વિચાર કહે છે. તેનો અંતર્મુહૂર્ત કાળ છે. તે સમયે જીવને કેવળજ્ઞાન કે મુક્તિ થતી નથી. ઉપશાંત કષાય-વાળા મુનિ આ ધ્યાનના સ્વામી છે. તે ચૌદપૂર્વધારી શાતા છે. શ્રુતજ્ઞાનની સંપૂર્ણ પ્રાપ્તિ કરી છે તેને બે ધ્યાનનો આરંભ થાય છે. ૨. એકત્વ વિતર્ક અવિચાર : આ ધ્યાનમાં એક જ યોગનો આશ્રય લઈ એક જ દ્રવ્યનું ધ્યાતા ચિંતન કરતા હોય છે. તેથી તે એકત્વ વિતર્ક ધ્યાન કહે છે. અનેક અર્થ અને યોગ સંક્રાતિરહિત છે. કર્મોની સ્થિતિનો ઘટાડો કે નાશ કરીને શ્રુતજ્ઞાનના ઉપયોગથી યુક્ત હોય છે.
નિશ્ચલ મનવાળા ક્ષીણ કષાયવાળા મુનિ નિર્લેપ છે. કોઈ એક અર્થ કે યોગના અવલંબનથી અર્થાત્ એક દ્રવ્ય, ગુણ, કે પર્યાયમાં નિશ્ચલ ભાવથી સ્થિત ચિત્તવાળો મુનિ અસંખ્યાત
ગુણશ્રેણી:કર્મની
For Private & Personal Use Only
www.jainelibrary.org