________________
શાપ
શાપ ઃ અન્યને અનિષ્ટ વચન કહેવાં અથવા કોઈ લબ્ધિ દ્વારા અન્યને પીડા થાય તેવું કરવું તે શાપ છે. શાલિભદ્ર ઃ ભગવાન મહાવીરના એક
શિષ્ય જે અનુત્તરોપપાદક થયા. શાલિસિક્થમત્સ્ય : સંમૂર્ચ્છન મત્સ્ય
સદા
માછલું. શાલ્મલીવૃક્ષ : દેવકુરુમાં સ્થિત અનાદિ વૃક્ષ છે. તે પૃથ્વીકાયનો ભેદ છે. નરકમાં એ જાતનું વૃક્ષ હોય છે, જેના પાન કરવત જેવા હોય છે. શાશ્વત સુખ ઃ અવિનશ્વર, રહેનારું, અવિનાશી સુખ. શાસન : જેના દ્વારા સમસ્ત અનંતાઅનંત ધર્મ વિશિષ્ટ જીવાજીવાદિક પદાર્થ જાણી શકાય તે આજ્ઞારૂપ આગમ-શાસન છે. મુખ્યત્વે આત્માને જાણવો તે આગમશાસન છે. તથા જિનાજ્ઞા, તીર્થંકરની તીર્થ સ્થાપના, શાસન કહેવાય છે.
૨૮૦
શાસન રક્ષક ઃ શાસનની રક્ષા કરનારા અધિષ્ઠાયક દેવો તથા દેવીઓ. શાસ્ત્ર: ગુરુ પરંપરાથી જગતના જડ
ચેતન સ્વરૂપના સિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાદન જેમાં હોય તે શાસ્ત્ર. યદ્યપિ શાસ્ત્રના ઘણા ભેદ છે. આત્મસ્વરૂપ પ્રતિપાદક સત્શાસ્ત્ર છે. જે મુમુક્ષુજનોને સ્વાધ્યાય માટે આત્મબોધ માટે ઉપયોગી છે.
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
શાસ્ત્રો ભણવાં અને ભણાવવાં તે શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રદાન છે. શાસ્ત્ર કથિત (વિહિત) ભાવ : શાસ્ત્રમાં કહેલા તત્ત્વના ભાવો. શાસ્ત્ર નિષિદ્ધભાવ : શાસ્ત્રમાં નિષેધ કરેલા ન કરવા યોગ્ય ભાવો. શાસ્ત્ર વાર્તા સમુચ્યય ઃ શ્વે. ઉ. યશોવિજયજી રચિત સંસ્કૃત ભાષામાં ન્યાય વિષયક ગ્રંથ. શાસ્ત્રસાર સમુચ્ચય ઃ દિ. આ. યોગીન્દ્ર રચિત સંસ્કૃત સૂત્ર પ્રમાણ સિદ્ધાંત ગ્રંથ. શાંતિનાથ : વર્તમાન ચોવીસીના સોળમા તીર્થંકર.
શાંતિસાગર : દિગંબર આચાર્ય હતા. શિકાર ઃ આખેટ, નિર્દોષ પ્રાણીઓનો
શસ્ત્રાદિ દ્વારા ઘાત કરવો. શિક્ષા : શાસ્ત્રાધ્યયન - શાસ્ત્રાભ્યાસ
કરવો જેનાથી પાપની નિર્જરા થાય છે. વ્યવહાર શિક્ષણની ગૌણતા જાણવી. શિક્ષા દંડના અર્થમાં વપરાય છે.
શિક્ષાવ્રત : શ્રાવકનાં બાર વ્રતમાં
પ્રથમના આઠ વ્રતની શુદ્ધિ માટેના ચાર શિક્ષાવ્રત છે. સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ અતિથિ સંવિભાગવત. દેશવિરતિ શ્રાવકનો આ આચાર છે. શિથિલ ઃ નબળું, શિથિલાચાર = નબળા આચાર જે જીવનને શોભાપાત્ર ન
:
For Private & Personal Use Only
www.jainelibrary.org