________________
શબ્દપરિચય
જીવને હોય છે, તૈસ શરીરથી સૂક્ષ્મ છે. ભવાંતરે કાર્યણશરીર જીવને અન્યગતિમાં લઈ જાય છે. તૈજસ તથા કાર્યણ શરીર પ્રતિઘાત રહિત છે. ભવાંતરે જતાં તે બન્ને શરીરો આત્મપ્રદેશોની સાથે જાય છે.
શરી૨ : નાશવંત છે. શીર્યતે યત્ તત્ શરીર. શરીર ચિંતા : શરી૨માં થયેલા રોગોની ચિંતા થવી, રોગ આર્તધ્યાન છે. શરીરસ્થ શરીરમાં રહેનાર, શરીર
=
ધારી. શરીરપર્યાપ્તિ : જીવ પુગલના અવલંબનથી જે શક્તિ વડે રસરૂપ થયેલા આહારને રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા વીર્ય એમ અલ્પાધિક સાત ધાતુપણે પરિણમાવી શરીર રચે તે શરીર પર્યાપ્તિ. જે જે શરીર હોય તે પ્રકારે શરીર પર્યાપ્તિ હોય. શર્કાપ્રભા : નરકની ત્રીજી પૃથ્વી, શર્કરા-પથ્થરયુક્ત હોય છે. શલાકાપુરુષ : તીર્થંકર ચક્રવર્તી આદિ
અત્યંત પુણ્યશાળી પ્રસિદ્ધ પુરુષોને શલાકાપુરુષ કહે છે. તે સર્વે વજ્રરૂષભનારાનારાચ સંઘયણવાળા હોય છે. અતિ રૂપવાન, બળવાન અને સંપૂર્ણ સુલક્ષણવાળા હોય છે. તીર્થંકર
Jain Education International
૨૭૯
શાકાહારી
તથા તીર્થંકરનું, તે પ્રમાણે અન્ય શલાકાપુરુષોનું પરસ્પર મિલન થતું નથી. તીર્થંકરના સમયમાં ચક્રવર્તી આદિ થાય છે. તીર્થંકર ૨૪, ચક્રવર્તી ૧૨, વાસુદેવ ૯, પ્રતિવાસુદેવ ૯, બળદેવ ૯ = ૬૩. શલાકાપુરુષ. ત્રિષષ્ઠિ ચરિત્ર જેમાં છે, તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની કૃતિ છે.
કુલ
શલ્ય : પીડાયુક્ત વસ્તુ. જેમ શરીરમાં કાંટો ઘૂસી જાય અને દુઃખ થાય પીડા આપે તેમ દોષો મન સંબંધી બાધાનું કારણ હોવાથી તે કર્મોદય જનિત દોષને શલ્ય કહેવામાં આવે છે. તેના ત્રણ ભેદ છે.
૧.
માયાશલ્ય : જેના કારણે જીવમાં કપટ પેદા થાય છે. ૨. મિથ્યાત્વશલ્ય ઃ જેના કારણે જીવના સમ્યક્ત્વ ગુણમાં દોષ પેદા થાય છે.
૩ નિદાન શલ્ય : ધર્મના ફળરૂપે ભોગની આકાંક્ષા થાય છે. આ ત્રણે શલ્ય સહિત પરિણામ અધોગતિનું કારણ છે. વ્રતી શલ્યરહિત હોય છે. શંકાકુશંકા પરમાત્માના વચનમાં સમાધાનની વૃત્તિ રહિત કેવળ અશ્રદ્ધાના અભાવે શંકા કરવી. શાકાહારી : અનાજ, ફળ, વનસ્પતિ જેવા પદાર્થનો આહાર કરનાર.
:
For Private & Personal Use Only
www.jainelibrary.org