________________
શબ્દપરિચય
૨૮૩ નિર્જરા કરતો, કર્મનો ઘાત કરતો અંતર્મુહૂર્ત કાલ રહે છે. ક્ષીણ કષાયના અંતિમ સમયે ચાર ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન યુક્ત અનંત ચતુષ્ટયને પામે છે. આ ધ્યાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. આ ધ્યાનથી જીવ પાછો વળતો નથી. ઉપશાંત કષાય જીવના ભવક્ષય કે કાલક્ષયના નિમિત્તથી પુનઃ કથંચિત કષાયોને પ્રાપ્ત થાય છે. ત્યારે આ ધ્યાન પ્રતિપાત થાય છે. જીવ પાછો પડે
શુક્લધ્યાન ૪ સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિઃ અંતિમ ઉત્તમ શુક્લધ્યાન વિતર્કરહિત/વિચારરહિત, અનિવૃત્તિ, ક્રિયારહિત છે. ઔદારિક, તેજસ તથા કાર્પણ શરીરની અત્યંત નિવૃત્તિ, શરીરનામકર્મના બંધનો નાશ કરવા અયોગીકેવળી ભગવાન સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન ધરાવે છે. તેમાં પ્રાણાપાન કે સંચારરૂપ ક્રિયાનો તથા સર્વપ્રકારના યોગ દ્વારા થનારી આત્મ પ્રદેશ પરિસ્પંદરૂપ ક્રિયાનો છેદ થવાથી તે અંતિમ શુક્લ ધ્યાન છે. અર્થાત્ યોગ અને સર્વક્રિયા (છેદ) ઉચ્છિન્ન થાય છે, તે અપ્રતિપાતી
૩. સૂક્ષ્મક્રિય અપ્રતિપાતીનું સ્વરૂપ : વિતર્ક અને વિચાર રહિત સૂક્ષ્મ ક્રિયા કરવાવાળા આત્માને હોય છે. સૈકાળિક વિષય અને પદાર્થોનું યુગપતુ જ્ઞાન કરવાવાળા, સૂક્ષ્મ કાયયોગમાં રહેલા કેવળી આ ધ્યાનના ધારક છે. અહીં સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરે છે. આયુકર્મના અંતર્મુહૂર્ત શેષકાળમાં સર્વ વચનયોગ, મનોયોગ તથા બાદર કાયયોગનો ત્યાગ કરીને ફક્ત સૂક્ષ્મ કાયયોગનું (શ્વાસક્રિયા) અવલંબન લઈને આ ધ્યાન કરે છે. ક્રિયા અર્થ યોગ છે. તે સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી કહેવાય છે. આ ધ્યાનના સ્વામી સયોગી કેવળી છે.
પ્રાણાપાન નિરોધઃ નાકથી નીકળેલો શ્વાસ નિર્વિકલ્પ સમાધિમાં મળી જાય તે સમયે કર્મ સર્વથા નષ્ટ થાય છે. અને મન અત્યંત સ્થિર થઈ જાય છે. અમન થાય છે. તે સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ. આ ધ્યાનના સ્વામી સયોગી કેવળી છે. જે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરી સર્વકર્મથી રહિત અયોગી અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. એક સમયમાં મુક્ત થાય છે. આ કાળે ભરતક્ષેત્રથી પૂર્ણ મોક્ષ નથી. અપેક્ષાએ જાતિ વેશના ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org