________________
શરણ
૨૭૮
સ્વાધ્યાયાદિના શ્રમ પછી અલ્પ આરામ માટે શયન કરતા જે કંઈ
પ્રતિકૂળતા આવે તે સહન કરે. શરણઃ આશ્રય ૧. લૌકિક શરણ =
રાજા, પિતા, પરિવાર, ધન, નગર, વગેરેનો આશ્રય લેવો. ૨. લોકોત્તર શરણ = પંચપરમેષ્ઠી,
ગુરુજનો તથા ધર્મનું શરણ. શરાબઃ દારૂ, નશાયુક્ત પીણું. શરાવણુંઃ માટીનું કોડિયું કે પાત્ર. શરીર : સંસારી જીવને નામકર્મના
ઉદયથી પ્રાપ્ત થતું શરીર જે ગલન, પડન, સડનને યોગ્ય છે. જીવનું તે તે શરીર અવગાહન ક્ષેત્ર છે. લક્ષણથી દેહ આત્માથી ભિન્ન છે. અને એક ક્ષેત્રે હોવાથી, સુખ આદિના અનુભવનું કારણ હોવાથી અભિન્ન છે. શરીરમાં આત્મબુદ્ધિ સંસારબંધનું કારણ છે. શરીર રૂપી સાધન આત્મ સાધના માટે ઉપકારક છે. અન્યથા શરીરનું મમત્વ તપ સાધનાદિને પણ વ્યર્થ કરે છે. શરીરની રક્ષા નહિ પણ ધર્મમાર્ગનું સાધન ગણી તપાદિ વડે શરીર ભાવનો ત્યાગ કરવો. અન્યથા શરીર દુ:ખદાયી છે. શરીર અનંતાઅનંત પરમાણુનો પૂંજ છે તેના પાંચ ભેદ છે. ૧. ઔદારિક શરીરઃ ઔદારિક શરીર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત
જૈન સૈદ્ધાંતિક થતું શરીર, અભ્યાધિક સપ્ત ધાતુવાળું અને સ્થૂલ છે. મનુષ્ય અને તિર્યંચને હોય છે. ૨. વૈક્રિય શરીર ઃ તે તે નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતું શરીર. જન્મથી જ દેવ અને નારકને સપ્તધાતુરહિત હોય છે. મનુષ્ય તિર્યંચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે. ઔદારિક શરીર કરતાં સૂક્ષ્મ છે. ૩. આહારક શરીરઃ તે તે નામકર્મના ઉદયથી ચૌદપૂર્વી સંયતિ મુનિને લબ્ધિથી પ્રાપ્ત થતું શરીર. મહાવિદેહમાં તીર્થકરના દર્શનાર્થે કે શંકા સમાધાન માટે પોતાના શરીરમાંથી આહારક પુદ્ગલોનું તેજસ્વી એક હાથ પ્રમાણ પૂતળું બનાવે અને કાર્ય સમાપ્ત થતાં તે પાછું શરીરમાં સમાઈ જાય છે. આહારક શરીર માટે લબ્ધિનો ઉપયોગ તે મુનિ માટે પ્રમાદ મનાય છે. વૈક્રિય શરીર કરતાં આ શરીર સૂક્ષ્મ છે. ૪. તૈજસ શરીરઃ તે તે નામકર્મના ઉદયથી સંસારી જીવ માત્રને હોય છે. આહારક કરતાં સૂક્ષ્મ છે. ભવાંતરે પણ સાથે જાય છે. શરીરની ઉષ્મા કાંતિ વગેરેનું કારણ છે. ૫. કાર્પણ શરીર: તે તે નામકર્મના ઉદયથી પ્રાપ્ત સમસ્ત સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org