________________
વ્યતિક્રમ
નું વર્ણન ક૨વામાં આવે, કે વિશેષરૂપથી જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવે તે સ્વસમય વક્તવ્યતા છે. પર સમય મિથ્યાત્વને કહે છે, તેની જ્ઞાન પ્રરૂપણા કરવામાં આવે તે પ્રકરણ કે અનુયોગ તેને પરસમય વ્યક્તવ્ય કહે છે. વળી જ્યાં સ્વસમયની યથાર્થ સ્થાપના અને પર સમયને દોષયુક્ત જણાવે તે તદુભય વક્તવ્ય કહેવાય છે. વ્યતિક્રમ : કોઈ વ્રત, પ્રતિજ્ઞા કે શીલ વ્રતને ધારણ કર્યાં પછી તેનું ઉલ્લંઘન કરવું તે.
વ્યતિરેક : ભિન્ન ભિન્ન પદાર્થોમાં રહેલાં વિલક્ષણ પરિણામોને વ્યતિરેક કહે છે. જેમકે પશુ હોવા છતાં ગાય અને ભેંસ બંનેની પ્રકૃતિમાં વિલક્ષણતા છે. વ્યતિરેક પ્રાપ્તિ : જ્યાં જ્યાં સાધ્યનો અભાવ હોય ત્યાં ત્યાં સાધનનો અભાવ હોય, જેમ કે અગ્નિ ન હોય તો ધૂમ પણ ન હોય. વ્યતિરેક વ્યભિચાર : જ્યાં સાધ્ય ન
હોય છતાં હેતુ હોય તે. જેમકે અગ્નિ પ્રગટેલો ન હોય છતાં લાકડામાં તેનું હોવું અથવા પ્રગટતો અગ્નિ ન દેખાય પણ ધૂમ હોય. વ્યભિચાર અસને સરૂપે ગ્રહણ
Jain Education International
૨૭૨
જૈન સૈદ્ધાંતિક
કરવું. લૌકિકમાં પરજન્ય સ્ત્રીપુરુષનો લોક વિરુદ્ધ અનીતિરૂપ સંબંધ.
વ્યય : વિનાશ, વસ્તુ-દ્રવ્યમાત્ર ઉત્પાદ, વ્યય, ધ્રોબ યુક્ત છે. તેમાં વ્યય એટલે વસ્તુની પ્રથમ અવસ્થાનો ત્યાગ (વ્યય) થઈ, નવી અવસ્થાનો ઉત્પાદ થવો. અને મૂળ વસ્તુ તેજ સ્વરૂપે ટકે તે. જેમ આત્માની શરીર અવસ્થાઓ બદલાય. વ્યવસાય : પ્રયત્ન કરવો, વ્યાપાર ધંધો
ક૨વો, સિદ્ધાંતથી જ્ઞાનને અવસાય કહે છે. તેનો અભાવ તે વ્યવસાય. વ્યવહાર : લેવડ-દેવડ કરવી, આપ-લે
કરવી, અન્યોન્ય સંબંધો બાંધવા. વ્યવહારનય : સાત નયમાં એક નય છે જે વસ્તુઓનું વિધિપૂર્વક પૃથક્કરણ કરે. એક ભેદને મુખ્ય કરે, ઉપચારને પણ સ્વીકારે. આરોપિત ભાવને પણ માન્ય રાખે, (બાહ્યભાવ) અભૂતાર્થતા - જેમકે જીવના બે ભેદ ત્રસ અને સ્થાવર. ઉપચાર - સોનું વરસે છે, (સારો વરસાદ થાય તેવું). ઘી જ આયુષ્ય છે. કારણ કે તે શરીરને બળ આપે છે. આરોપ હું કાળો રૂપાળો છું. આત્મા સુખદુઃખાદિનો કર્તા છે. આ નય ભેદ, ઉપચાર અને આરોપને સ્વીકારે છે. જેમકે દુકાનો છે તે સંગ્રહનય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org