________________
વિશેષત
તેવો દ્રવ્યનો વિશેષ ગુણ. વિશેષતઃ ખાસ કરીને, મુખ્યત્વે વિશેષાવશ્યક : (મહાભાષ્ય) શ્વે.આ./
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણરચિત સામાયિક આદિ આવશ્યક પર પાકૃતગાથા બદ્ધ મહાગ્રંથ. વિશેષોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો ઉપયોગ જે જ્ઞાનોપયોગ કે સાકાર ઉપયોગ કહેવાય.
વિશ્લેષણ : વસ્તુના ભેદનું વિવિધરૂપે વિચારણા, નિરીક્ષણ
કરવું.
Analysis.
વિશ્વ : પૂરા સંસારને
દુનિયાને વિશ્વ કહે છે. લોકાંતિક દેવનો પ્રકાર છે. વિશ્વનંદિ : ભગવાન મહાવીરનો ૧૫મો
પૂર્વભવ.
વિશ્વસેન ઃ ભગવાન પાર્શ્વનાથના પિતા વિશ્વાસ : શ્રદ્ધા, ખાતરી, સજ્જનતાનું એક લક્ષણ.
વિષ : ઝેર, જેને ખાવાથી પ્રાયે આ ભવથી મૃત્યુ નીપજે છે. જે સ્થૂલ પદાર્થ છે. વિષયોની લાલસાને વિષ જેવી ગણી છે. જે ભવોભવ રખડાવે છે. જે સૂક્ષ્મ ભાવ છે. વિષ વાણિજ્ય કર્મ - એવો સાવદ્ય પાપ વ્યાપાર.
વિષમ દૃષ્ટાંત : જે દૃષ્ટાંતના બોધને
અનુસરતું ન હોય. વિષમાવગાહી
Jain Education International
સિદ્ધ : જે સિદ્ધ
૨૬૪
જૈન સૈદ્ધાંતિક
પરમાત્મા અન્યોન્ય એક બેત્રણ આદિ આકાશ પ્રદેશોથી જુદી અવગાહના ધરાવે છે, સરખે સરખા આકાશમાં નહિ તે. વિષય : વસ્તુના ગુણને બતાવે. તેને ગ્રહણ કરનાર પાંચ ઇંદ્રિયો છે. તેના આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણ ત્રણ શબ્દ એમ કુલ ૨૩ વિષયો છે. જેમાં મનની વિશેષતા છે.
વિષય પ્રતિભાસ (જ્ઞાન) : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષય બરાબર જાણે અન્યને સમજાવી શકે, પરંતુ દર્શન-મોહનીયનો તથા ચારિત્ર-મોહનીયનો ક્ષયોપશમ ન હોવાથી તત્ત્વચિ ન થાય કે
આચરણ ન થાય.
વિષયસંરક્ષણ ધ્યાન : ઇચ્છિત વિષયોની પ્રાપ્તિ થયા પછી અજ્ઞાનવશ જીવ તેમાં સુખના અને તે પુનઃ મળે તેવી રીતે તેની રક્ષાના ભાવ નિરંતર કરે છે. તેને રૌદ્રધ્યાન કહે છે. જે અધોગતિનું કારણ છે.
વિષયાભિલાષ : પાંચે ઇન્દ્રિયોના
વિષયનો અભિલાષ, સુખ ભોગવવાની વિષય વાસના, ઇચ્છા.
વિષંગ : મમત્વનો ભાવ, સ્ત્રી આદિ મારાં છે તેવો સંબંધ.
For Private & Personal Use Only
www.jainelibrary.org