________________
શબ્દપરિચય
વિષ્ણુ : ઔદારિક શરીરનો અશુચિયુક્ત પદાર્થ. મળમૂત્ર.
વિષ્ણુ : પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન દ્વારા લોકાલોકમાં વ્યાપ્ત થાય છે. તેથી તે શુદ્ધાત્મા પરમાત્મા વિષ્ણુ કહેવાય છે.
વિસર્દેશ: વિજાતીય. અસમાન. વિસંયોજના : મોહનીય કર્મના અનંતાનુબંધી ૪ કર્મોનો નાશ કર્યો છે, પરંતુ તેના બીજભૂત મિથ્યાત્વ મોહનીય કર્માદિ ત્રણ દર્શન મોહનીયનો નાશ કર્યો નથી જેથી પુનઃ અનંતાનુબંધી બંધાવાનો સંભવ છે તેવો ક્ષય. અનંતાનુબંધી ચતુષ્કના પુદ્ગલ સ્કંધોને પ૨ પ્રકૃતિરૂપે પરિણમાવવું તે. અર્થાત્ શેષ બાર અને નવ નોકષાયોરૂપે પરિણમવું. તે અનંતાનુબંધ રસને છોડીને ૫૨ રૂપે પરિણત થયેલી અન્ય કર્મોની પુનઃ ઉત્પત્તિ થતી નથી. પોતાના સ્વરૂપને છોડીને અન્ય પ્રકૃતિરૂપે રહેવું તે અનંતાનુબંધીનો ઉપશમ છે, અને ઉદયમાં ન આવી શકે તે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ છે. આ વિસંયોજના સમ્યગ્દષ્ટિ જીવ અથવા મિથ્યા - સમ્યષ્ટિ જીવ કરે છે. કેમકે તીવ્ર સંક્લેશ રૂપ પરિણામ હોતા નથી.
Jain Education International
૨૬૫
વિહાર
વિસંવાદ : વાદ, પરસ્પર વિરુદ્ધ વાત ઊભી થવી.
વિસંવાદી લખાણ કે વચન : પૂર્વા૫૨ વિરુદ્ધ લખાણ કે વચન. વિસ્તાર : ફેલાવો. વિસસોપચય : વિજ્ર ઉપચય, વિસ્રસા અર્થાત્ આત્મપરિણામથી નિરપેક્ષ પોતાના સ્વભાવથી જ મળે તે પરમાણુ એ વિસ ઉપચય છે. કર્મ કે નોકર્મ રૂપથી પરિણમ્યા વગર તેની સાથે સ્નિગ્ધ કે રુક્ષ ગુણ દ્વારા એક સ્કંધરૂપ થઈને રહેવું તે વિસ ઉપચય. વિહાયોગતિ : નામકર્મની પ્રકૃતિ છે. જે
શુભ યા અશુભ ગતિ-ચાલ છે. જે કર્મના ઉદયથી જીવની ભૂમિમાં કે આકાશમાં ગતિ થાય છે. તેના શુભ-સરળ ચાલ અને અશુભવિહાયો ગતિ વાંકીચૂકી ચાલ તેવા બે ભેદ છે. વિહાર :
સાધુ-સાધ્વીજનોનું એક સ્થાનથી અન્ય સ્થાને પગપાળાં જવું. એક સ્થાન પર રહેવાથી દ્રવ્યાદિમાં સ્નેહ થવાથી સંયમજીવનમાં બાધા ઊપજે છે. વળી સાધુસાધ્વીજનોને એકલવિહારીનો નિષેધ છે. પરંતુ ગણમાં રહેવાનું યોગ્ય છે. જેથી પ્રમાદ, સ્વચ્છંદ, શિથિલતાનો કે કુટિલતાનો દોષ નિવારી શકાય. ગુરુઆજ્ઞા-નિશ્રામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org