________________
વિલક્ષણતા
ઇષ્ટ છે. સંસારની રચનામાં પરસ્પર દ્વંદ્વ વિરોધરૂપ છે. જેમકે રાગ-દ્વેષ, ક્રોધ-ક્ષમા, સ્ત્રી-પુરુષ, |
રતિ-અતિ બંનેના લક્ષણમાં વિરોધ છે. ગુણોનો પરસ્પર પરિહાર કરીને અસ્તિત્વ માનવામાં ન આવે તો દ્રવ્યના સ્વસ્વરૂપને હાનિ થાય.
વિલક્ષણતા ઃ
૨૬૨
વિપરીતતા, વસ્તુમાં
ઊલટાં ચિહ્નો દેખાવાં.
વિલય થવો ઃ નાશ થવો. પૃથ્વીનો નાશ થવો.
વિલસિત અસુકુમાર જાતિના એક ભવનવાસી દેવ.
વિલાસ ઃ ભોગની ક્રીડા સૂચવતો શબ્દ. નેત્રકટાક્ષ, શરીરચેષ્ટા વગેરે. વિવક્ષા : વક્તાની ઇચ્છા કે વિચારધારા
તે વિવક્ષા છે. વિવક્ષાથી વાક્યપ્રયોગની પદ્ધતિ હોય છે. વિશેષતઃ નયને વિવક્ષા કહે છે. વિવક્ષિત ધર્મ : વસ્તુમાં અનંતધર્મો છે, તેમાં જે ધર્મની પ્રધાનતા કરવામાં આવે તે જેમ કે ભ્રમર કાળો છે. વિવર : લવણ સમુદ્રના પાતાળમાં
તળિયે સ્થિત મોટા મોટા ખંડ. વિવર્ત : છિદ્ર. પરિણમનને વિવર્ત કહે છે. પળે પળે બદલાતા પરિણામની વિચિત્રતા.
Jain Education International
વિવાદ : પોતાના અભિપ્રાય, સિદ્ધાંત, કે મતના પ્રતિપાદન અને અન્યના
જૈન સૈદ્ધાંતિક
મતનો પરિહાર કરવા કથન કરવું. વાદ કરવો તે. વિવાહ : સ્ત્રી-પુરુષનો, યુવક-યુવતીનો ગૃહસ્થધર્મમાં જોડાવા માટેનો પ્રસંગ જેમાં સ્વૈચ્છિક જીવનની મર્યાદા થાય છે. પરસ્ત્રી-પુરુષ ત્યાગનો અભિપ્રાય રહે છે. સાંસારિક રૂઢિ છે. વિવિક્ત શય્યાસન : (વસવાટ) સાધુસાધ્વીજનો માટે એકાંતમાં નિવાસ, જંતુ આદિ ઉપદ્રવરહિત, સ્થાન, જ્યાં નિર્બાધ્ય બ્રહ્મચર્યપાલન થાય. ધ્યાન, સ્વાધ્યાય વગેરેની અનુકૂળતા ટકે. છતાં કંઈ ઉપદ્રવ થાય તો સમતા રાખે. જેના વડે રાદ્વેષના ભાવ થાય તેવા સ્થાન, આસન, શય્યાનો ત્યાગ કરે, ઇન્દ્રિયોના વિષયથી વિરક્ત, આત્મસ્વરૂપમાં સ્થિરતા તે વિવિક્ત શય્યાસન છે. વિવેક: સંસારી જીવો માટે ગુરુજનો જ્ઞાનીજનો અને વડીલોનો આદર તે વિવેક, હિતાહિતનો વિચાર ક૨વો તે, દેશકાળને અનુરૂપ યોગ્ય વર્તન તે વિવેક, વિશેષતઃ જે જે પદાર્થોના નિમિત્તથી અશુભ ભાવ થાય તેનાથી દૂર રહેવું. અતિચાર - દોષ લાગે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
-
અને ભાવથી મનને અલગ કરવું. ક્રોધાદિ કષાયોને શાંત કરવા તે,
For Private & Personal Use Only
www.jainelibrary.org