________________
શબ્દપરિચય
એક
વનસ્પતિ
જીવવાળી અપ્રતિષ્ઠિત છે. અસંખ્યાત સાધારણ શરીરવાળી વનસ્પતિ સપ્રતિષ્ઠિત છે. તેમાં પ્રત્યેક અલગ શરીરધારી જીવ પોતાના સુખદુઃખ એકલો ભોગવે છે. તૃણ, વેલા, નાના મોટા વૃક્ષ કંદમૂલ પાંચે પ્રત્યેક વનસ્પતિ છે. પરંતુ તે જ્યારે નિગોદ શરીરને આશ્રિત હોય તો પ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવાય છે. પરંતુ જ્યારે તે પરિપક્વ થાય કે નિગોદથી રહિત થાય તો અપ્રતિષ્ઠિ કહેવાય છે. તે અન્યના ઉપભોગમાં આવે છે. જે કર્મના ઉદયથી એક શ૨ી૨માં એક જીવ જીવિત રહે છે તે પ્રત્યેક શરીર નામકર્મ છે. પ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિને ઉપચારથી સૂક્ષ્મ કે બાદર નિગોદ કહેવાય છે. આધારમાં આધેયનો ઉપચાર ક૨વામાં આવે છે. (જેમકે નિગોદ આશ્રિત)
સપ્રતિષ્ઠિત પ્રત્યેક ઃ જે પ્રત્યેક વનસ્પતિના આશ્રયે અનેક સાધારણ વનસ્પતિના શરીર હોય તે.
અપ્રતિષ્ઠિત પ્રત્યેક જે પ્રત્યેક વનસ્પતિના આશ્રયે કોઈ પણ સાધારણ વનસ્પતિ ન હોય તે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, કેવળી
Jain Education International
૨૪૭
વનસ્પતિ
ભગવાન, આહારક શરી૨, દેવ, નારકી એ આઠે સિવાય સંસારી જીવોના શરીરમાં સાધારણ વનસ્પતિકાય નિગોદનો આશ્રય છે. અસંખ્યાત સાધારણ શરીર હોય છે. તેમાં વળી અનંતાનંત નિગોદ રહે છે.
૨. સાધારણ વનસ્પતિકાય : અનંત જીવોનું એક શરીર છે, તેમાં અનંતા જીવોના જન્મ, મરણ, શ્વાસોચ્છ્વાસ એક સાથે સમાનરૂપથી થાય છે. તેથી તે શરીરને નિગોદ કહે છે. ઉપચારથી તેમાં વસવાવાળા જીવને પણ નિગોદ કહે છે. તેના બે ભેદ છે. ૧ નિત્ય નિગોદ જે અનાદિકાળથી આજ સુધી નિગોદમાંથી બહાર નીકળ્યા નથી. અને નીકળવાના નથી. તથા નિગોદથી બહાર નીકળી ત્રસ સ્થાવર આદિમાં ભમીને પુનઃ પુનઃ નિગોદને પ્રાપ્ત થવાવાળા જીવો. ૨ ઇતનિગોદ (અનિત્ય) સાધારણ વનસ્પતિના જીવો સ્કૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારના હોય છે. સૂક્ષ્મ સાધારણ નિગોદના શરી૨ કે જીવ લોકમાં સર્વત્ર ઠસોઠસ ભરેલા છે. પરંતુ તે એવા સૂક્ષ્મ છે કે છદ્મસ્થના જ્ઞાનનો વિષય થતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org