________________
શબ્દપરિચય
યોગદૃષ્ટિ સમુચ્ચય છે. આ. પૂ. હરિભદ્રસૂરિ કૃત યોગની આઠ દૃષ્ટિઓની વિશદતાવાળો ગ્રંથ છે, ગુજરાતી ભાષાંતર છે. તેઓનો યોગબિંદુ યોગવિંશિકા યોગશતક વગેરે યોગના સ્વરૂપને જણાવતા ગ્રંથો છે.
યોગનિરોધ : મન, વચન, કાયાના યોગોનો નાશ થવો તે કેવળજ્ઞાની ભગવંતો તે૨મા ગુણઠાણાના અંતે કર્મબંધના કારણરૂપ સૂક્ષ્મ અને બાદર ત્રણે યોગોને રોકે, નિરોધ કરે.
યોગનિરોધ ક્રમ ઃ બાદર (સ્કૂલ) વચનયોગ તથા બાદ૨ મનોયોગનો બાદર કાયયોગમાં સ્થિર થઈને નિરોધ કરે. બાદર કાયયોગથી રોકે છે. તે પ્રમાણે સૂક્ષ્મ વચનયોગ તથા સૂક્ષ્મ મનોયોગને સૂક્ષ્મ કાયયોગમાં સ્થિર થઈને નિરોધ કરે છે તે કાયયોગ દ્વારા કેવળી ભગવાન સ્થિર રહે છે. ઉત્કૃષ્ટ શુક્લલેશ્યા દ્વારા સૂક્ષ્મ કાયયોગથી સાતાવેદનીય કર્મના બંધને કરવાવાળા કેવળી સૂક્ષ્મક્રિય નામના ત્રીજા શુક્લધ્યાનનો આશ્રય કરે છે. ત્યારે સૂક્ષ્મક્રિય શુક્લધ્યાન પ્રાપ્ત થાય છે. તે દ્વારા સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરે છે. ત્યારે આત્મપ્રદેશો નિશ્ચલ બને છે.
Jain Education International
યોગમાં તત્ત્વવિચાર
ત્યાર પછી અંતર્મુહૂર્ત કાળ સુધી અયોગીને યોગનો આત્યંતિક અભાવ થાય છે, સંપૂર્ણ આશ્રવનો નિરોધ થાય છે. ત્યારે સર્વ કર્મોથી મુક્ત થઈને આત્મા એક સમયમાં સિદ્ધિને પ્રાપ્ત કરે છે. મુક્ત થાય
છે.
યોગ શબ્દના ઘણા અર્થ છે. જોડવું, યોગ થવો, આત્માને મોક્ષના ભાવ સાથે જોડે તે કર્મક્ષયનું કારણ છે.
યોગમાર્ગ : આચાર્ય સોમદેવ દ્વારા
રચિત ધ્યાન વિષયનો સંસ્કૃત છંદબદ્ધ ગ્રંથ.
૨૨૯
:
યોગમાં તત્ત્વવિચા૨ ઃ ચિત્ત એક તત્ત્વ છે. તેની પાંચ અવસ્થા છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ, ૧. ચિત્તનું સંસારી વિષયમાં ભટકવું તે ક્ષિપ્ત, ૨. નિદ્રાઆળસમાં રત રહેવું તે મૂઢ. ૩. આશા નિરાશામાં ઝૂલ્યા કરવું વિક્ષિપ્ત. ૪. એક વિષયમાં ચિત્તનું એકાગ્ર થવું. પ. સર્વ વૃત્તિઓનું રોકાઈ જવું તે નિરુદ્ધ પ્રથમ ત્રણ યોગ માટે ત્યાજ્ય છે. અંતિમ બે અવસ્થાઓ યોગ માટે ઉપયોગી છે. જૈનદર્શનમાં શ્વેતાંબર દિગંબર બંને સમ્પ્રદાયમાં આચાર્યોએ વિભિન્ન શબ્દો દ્વારા યોગ, ધ્યાન,
For Private & Personal Use Only
www.jainelibrary.org