________________
મોરપીંછી
૨૨૨
પરમાલાદક સુખરૂપ ધ્યાનસ્વરૂપ એ નિશ્ચય મોક્ષમાર્ગ છે. એનાં પર્યાયવાચી અન્ય નામ છે. ૫૨મસમાધિ,
પરમતત્ત્વ, પરમાનંદ, પરમજ્ઞાન, પરમવીતરાગતા વગેરે.
જેમ કોઈ ધનનો અર્થ પુરુષ રાજાનો પરિચય કરી રાજાને જાણે છે, પછી તેની શ્રદ્ધા કરે છે, પછી તેનું અનુચરણ કરે છે. તેવી રીતે સાધક અનન્યમય આત્માને જાણે છે, શ્રદ્ધે છે, પછી અનુસરણઆચરણ કરે છે. પછી અનુભવ દ્વારા આત્મામાં લય પામે છે. વ્યવહા૨થી ત્રણ ભાવ અલગ છે. નિશ્ચયથી ત્રણેનું ઐક્ય થઈ જે સમભાવ છે તે મોક્ષમાર્ગ છે. વ્યવહારમાર્ગના પ્રવેશરહિત જીવ નિશ્ચયમાર્ગને જાણવામાં સમર્થ થતો નથી. જેમ પ્રભાત થયા વગર સૂર્યનો ઉદય થો નથી. વ્યવહારમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું સાધન છે, નિશ્ચયમાર્ગ સાધ્ય છે. આવો બોધ પામવાથી તે પરંપરાયુક્ત મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મોરપીંછી : દિગંબર સાધુઓ જ્યણા માટે રાખે તે સાધન.
મોક્ષમાર્ગ પ્રકાશક : પં. ટોડરમલચિત હિંદીભાષાયુક્ત આધ્યાત્મિક ગ્રંથ.
Jain Education International
મોક્ષશાસ્ત્ર :
જૈન સૈદ્ધાંતિક
તત્ત્વાર્થસૂત્ર. શ્રી
(ઉમાસ્વામિરચિત)
મોહ મૂર્છા, મમત્વ, પરપદાર્થોની
:
ઇચ્છા. જીવનો ૫૨૫દાર્થ સંબંધી મૂઢભાવ મોહ છે. વ્યસની માણસને જેમ સુખની ભ્રાંતિ પેદા થાય છે તેમ મોહગ્રસિત જીવને પરપદાર્થમાં સુખની ભ્રાંતિ થાય છે. ક્રોધાદિ કષાય. હાસ્યાદિ નોકષાય તથા વેદ-કામના અને મિથ્યાત્વ સર્વે મોહની સેના છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મોહના સાથીઓ છે. સ્ત્રીપુત્રાદિનો રાગ તે વ્યામોહ છે. અપ્રશસ્ત છે. યદ્યપિ દેવ-ગુરુ ધર્મ પ્રત્યેનો શુભભાવ-રાગ પ્રશસ્ત છે. મોહનીય : જે જીવને મોહિત કરે છે.
અનંત પ્રકારનાં કર્મોમાં આઠ કર્મોની મુખ્યતા છે, તેમાં મુખ્ય મોહનીયકર્મ છે, જે જીવના શ્રદ્ધા અને ચારિત્રગુણનો ઘાત કરે છે. આવરણ કરે છે. તેથી તે સંસારનું મૂળ કારણ છે. મોહનીય કર્મના બે ભેદ છે. ૧. દર્શનમોહ, ૨. ચારિત્રમોહ.
દર્શનમોહ : જીવના સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે છે. તત્ત્વનું
અશ્રદ્ધાન.
ચારિત્રમોહ :
સમતા-વીતરાગ
ગુણરૂપ ચારિત્રનો ઘાત કરે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org