________________
મંગલ
શબ્દપરિચય
૨૦૯ તીર્થકર. મહાવ્રત: સાધુ-સાધ્વીજનોનાં
અહિંસાદિ પંચમહાવ્રત. મહાસત્તા: સર્વ પદાર્થોના અસ્તિત્વ
ગુણને ગ્રહણ કરવાવાળી સત્તા
સામાન્યને મહાસત્તા કહે છે. મહાત્કંધઃ સર્વવ્યાપક પુદ્ગલ દ્રવ્ય
સામાન્ય. ધમસ્તિકાય,
અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. મંખલિ ગોશાલકઃ ભગવાન મહાવીર
ના સમયમાં થયેલો. ભગવાનના દિક્ષાકાળ દરમિયાન થોડો વખત સાથે રહ્યો. તેજોલેગ્યા લબ્ધિ પ્રાપ્ત થયા પછી તે પોતાને સર્વજ્ઞ મનાવતો. ભગવાન મહાવીરનો પ્રથમ અવર્ણવાદ કર્યો. અંતિમ
સમયે પોતે સત્ય સમજ્યો હતો. મંગલ: એક ગ્રહ છે. વિશેષ સુખ
આપનાર તે મંગળ; નવકાર મંગળમય છે. મંગલ પાપવિનાશક ભાવ અથવા પુણ્યપ્રકાશક ભાવ તથા દ્રવ્યનમસ્કાર વગેરે મંગલ છે. નિર્વિબે શાસ્ત્રરચના સમાપ્ત થાય તે માટે પ્રથમ કે અંતમાં મંગલ કરવાનો આદેશ છે. અન્ય લૌકિક કાર્યોની નિર્વિબે સમાપ્તિ માટે તથા ફળપ્રાપ્તિ માટે મંગલ કરવાની પ્રણાલી છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્યમલ તથા
અજ્ઞાન-અદર્શન આદિ ભાવમલને પાપને, ગાળે, વિનાશ કરે. દહન કરે, શુદ્ધ કરે, તે મંગલ' છે. મંગલમ્ સુખનું – પુણ્યનું નિમિત્ત છે. સવિશેષ આચાર્યો - સાધુજનો દ્વારા માંગલિકનું શ્રવણ પુણ્યનું નિમિત્ત છે. તે શ્રેષ્ઠ છે. પુણ્ય, પૂત, પવિત્ર, પ્રશસ્ત, શિવ, ભદ્ર, ક્ષેમ, કલ્યાણ, શુભ એ એકાર્યવાચી છે. જેનાથી આત્મહિત થાય તે સર્વે નિમિત્તો મંગળકારી છે. અહંન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તે નામમંગલ છે. અહંન્ત-જિન પરમાત્માનું પ્રતિબિંબ તે સ્થાપનામંગલ છે. વિદ્યમાન આચાર્ય, ઉપાધ્યાય સાધુના દેહ એ દ્રવ્યમંગલ છે. જ્યાં કલ્યાણકો અથવા પવિત્ર તીર્થો એ ક્ષેત્રમંગલ છે. કેવળી સમુઘાત દ્વારા પૂરિત ત્રણે લોકના પ્રદેશો ક્ષેત્રમંગળ છે. જે કાળમાં કોઈપણ જીવ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે તથા તે મહાત્માઓની દીક્ષા આદિ અવસ્થાઓ જે કાળમાં થાય તે કાળમંગલ છે. વર્તમાનમાં મંગલરૂપ આદિ, મધ્ય, કે અંતમાં કરેલું જિનસ્તોત્રરૂપ મંગલનું ઉચ્ચારણ સંપૂર્ણ વિનોનો નાશ કરે છે; જેમ સૂર્યનો પ્રકાશ અંધકારનો નાશ કરે છે. લૌકિકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org