________________
શબ્દપરિચય
અર્ધપુગલ
૧ માર્ગપતિત : પરાવર્તનકાળની અંદર આવવાથી સંસાર તરવાના સાચા માર્ગે ચઢેલો. (પતિત)
૨ માર્ગભ્રષ્ટ : સાચા કલ્યાણકારી માર્ગથી ચુત થયેલો. ૩ માર્ગપ્રભાવના : મોક્ષમાર્ગના
નિમિત્ત મળે તેવી પ્રભાવના
પ્રસાર કરવો.
૪ માર્ગાનુસારિતા : સર્વજ્ઞ ભગવંતે બતાવેલા માર્ગને અનુસરનારો.
૫ માભિમુખ : સંસાર તરવાના સાચા માર્ગની સન્મુખ.
માર્દવ : નમ્રતા, વિવેક જે જીવ જાતિ, કુળ ધનાદિનું અભિમાન નથી કરતો તે નમ્રતા ગુણવાળો છે. સાધુ, તપસ્વી ગૃહસ્થમાં જાતિ આદિના અભિમાનનો અભાવ છે, તે માર્દવ ગુણવાળો છે. તે માનનો નિગ્રહ કરે છે. કારણ કે માન કષાયથી આ – જન્મમાં અપયશ, ૫૨જન્મમાં નીચગોત્ર મળે છે. અને અન્ય દોષો તેમાં ભળે છે માર્દવગુણ યુક્ત સાધકમાં ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. માષળ : તોલનું એક પ્રમાણ માંસ : પ્રાણીઓના ઘાતથી માંસ મળે છે. તે અત્યંત હિંસક પદાર્થ છે. મરેલાં પ્રાણીઓના માંસમાં અનંતા
Jain Education International
૨૧૩
મિથ્યા અનેકાંત
નિગોદ જીવની હિંસા છે. વળી તે પ્રાણીઓ પ્રાણઘાતથી ઘણી પીડા પામે છે. તે માંસમાં અન્ય જીવોત્પત્તિ થાય છે, તેના સેવનથી નરકગતિ પ્રાપ્ત થાય છે. માંસનો પરંપરાથી જે ઉપયોગ થાય છે તે જેમ કે ચામડામાં ટીપાય. તે વસ્તુઓ ચામડામાં રાખેલાં ઘીતેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તે ચામડા આદિથી તે જીવના માંસઆશ્રિત ત્રસ જીવોની હિંસા થાય છે. ભલે તે ચક્ષુગોચર ન હો. છતાં આચાર્યાદિની આશા પ્રમાણ માનવી.
મિથ્યા એકાંત : પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું છે, છતાં એક જ ધર્મવાળું માનવું. જેમ કે આત્મા ક્ષણિક છે, અથવા સર્વથા નિત્ય છે. પોતે જે કુળધર્મ સ્વીકાર્યો હોય તે સર્વજ્ઞના પ્રણીત તત્ત્વથી વિરુદ્ધ હોય, અથવા તેમાં પણ વિધિનિષેધ ન સ્વીકારે પણ કેવળ વ્યવહા૨નય કે કેવળ નિશ્ચયનયને સ્વીકારે. બંનેનો સમન્વય કે યથાર્થતા ન સ્વીકારે.
મિથ્યા અનેકાંત : બધા ધર્મ સરખા છે. એવી વિશાળ દૃષ્ટિ રાખવી તેને ધર્મ માને. સ્વર્ગના સુખને સમાન માને વગેરે.
મોક્ષના
For Private & Personal Use Only
www.jainelibrary.org