________________
શબ્દપરિચય
ભાવ તે. મરણ દેહનું આત્મથી છૂટી જવું તે તદ્ભવ મરણ, અને પ્રતિક્ષણે આયુકર્મનું ક્ષીણ થવું તે નિત્યમરણ. ક્ષણેક્ષણે વિભાવમાં રહેવું તે ભાવમરણ. પોતાના પરિણામો વડે પ્રાપ્ત આયુષ્યકર્મ, ઇન્દ્રિયો, મનાદિનો નાશ થવો તે મરણ. સવિશેષ આયુકર્મનો નાશ થવો તે મરણ છે. સંસારમાં સર્વ જીવ મરણધર્મી છે. પરંતુ અજ્ઞાનીનું મરણ બાલમરણ છે. તે શરીર દ્વારા જીવનો ત્યાગ કરે છે. જ્ઞાનીઓનું મરણ પંડિતમરણ છે. (જ્ઞાન) દ્વારા શરીરનો ત્યાગ કરે છે તે સમાધિમરણ છે. શરીર સાધનાને યોગ્ય ન રહે ત્યારે અનશન કે સંલેખના દ્વારા જ્ઞાનીજન ભોજનાદિ, જળાદિનો સંપૂર્ણ ત્યાગ કરે છે. જ્ઞાનીજન કષાયોના ક્ષીણ થવાથી સમાધિમરણ સાધ્ય કરે છે.
મરણભય ઃ મનુષ્ય સાત પ્રકારના ભયથી ભયભીત છે. તેમાં મરણભયની મુખ્યતા છે. આજન્મની જ્ઞાત વસ્તુઓ છૂટી જાય તેનો
ભય.
૨૦૦
મરણ સમુદ્દાત : મૃત્યુકાલે ઉત્પત્તિ
સ્થાન
સુધી આત્મપ્રદેશોનું લંબાવવું પરંતુ આયુકર્મ પૂર્ણ થયું
Jain Education International
મલપરિષહ
ન હોય એટલે તે પ્રદેશો પાછા સંકોચાય. આયુ પૂર્ણ થાય ત્યારે જ પ્રદેશો છૂટે.
મર્કટબંધ : માંકડાનું બચ્ચું તેની માને પેટે એવું વળગી રહે કે તે માતા કૂદે તોપણ બચ્ચું છૂટું ન પડે. તેમ શરીરનાં હાડકાંનો એવો બાંધો. મર્મસ્થાન : ઔદારિક શરીરમાં તાળવું, કપાળ, હૃદય, નાભિ જેવાં મર્મસ્થાન. જ્યાં આત્માના ઘણા પ્રદેશોનું અસ્તિત્વ છે. તેના વિશેષ છેદનભેદનથી મૃત્યુ થાય તેવાં હોય છે.
મલ : દોષજનિત પદાર્થ. પરસેવો, મળ, મૂત્ર, કાદવ, એ બાહ્ય મલ છે. આંતરિક દોષો તે અંતરમલ છે. જેમકે કષાય તથા રાગાદિ ભાવો. જીવના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગાહરૂપ બંધને પ્રાપ્ત પ્રકૃતિ આદિ ભેદો યુક્ત જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના સંપૂર્ણ કર્મરૂપી ૨જ જીવના પ્રદેશો સાથે સંબંધ હોવાથી તે અત્યંતરમલ છે. રાગાદિભાવ ભાવમલ છે. જેમ શુદ્ધ સુવર્ણ માટીના સંસર્ગથી મલિન થાય છે તેમ જીવના સમ્યગ્દર્શનાદિ ગુણો મિથ્યાત્વ વગેરે કર્મના સંયોગથી મલિન થાય છે.
મલપરિષહ : અસ્નાનાદિ જેવા પરિષહનો સ્વીકાર કર્યો છે તે સાધુ
For Private & Personal Use Only
www.jainelibrary.org