________________
પ્રતિક્રમણ
૧૬૮ પ્રમાદવશ થયેલા દોષોથી નિવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે. વાસ્તવમાં જ્યારે જ્યારે દોષ થાય ત્યારે તે દોષ મિથ્યા થાઓ તેવો સંકલ્પ તથા દોષને ગુરુજનો પાસે પ્રગટ કરી તેનું પ્રાયશ્ચિત્ત લેવું તે પ્રતિક્રમણ છે. સાધુજનો પ્રમાદરહિત આવું પ્રતિક્રમણ કરે છે, તે ઉપરાંત રાત્રિદોષથી મુક્ત થવા પ્રાતઃકાલે વિધિયુક્ત પ્રતિક્રમણ તે રાઈ પ્રતિક્રમણ. દિવસના લાગેલા પાપદોષથી મુક્ત થવા સંધ્યાકાળે થતું પ્રતિક્રમણ દેવસિ પ્રતિક્રમણ છે. આવા બે સમય પ્રતિક્રમણ થવા છતાં અન્ય દોષો રહી જાય છે. અથવા જેનાથી એ પ્રમાણે નિયમિત પ્રતિક્રમણ ન થાય તે પંદર દિવસે કરે તે પાક્ષિક પ્રતિક્રમણ છે. ચાર માસે કરવું તે ચૌમાસી પ્રતિક્રમણ છે. આખરે પૂરા વર્ષના દોષને દૂર કરવા માટેનું સાંત્વસરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું. વાસ્તવમાં આત્માને શુભાશુભ આશ્રવથી મુક્ત કરવો તે નિશ્ચય પ્રતિક્રમણ છે. નિજશુદ્ધ આત્મ પરિણતિની ક્રિયા તે પ્રતિક્રમણ છે. વિરાધનાથી દૂર થઈ આરાધનામાં રહેવું. ઉન્માર્ગનો ત્યાગ કરી
જૈન સૈદ્ધાંતિક સન્માર્ગમાં રહેવું. આર્ત રૌદ્રધ્યાનથી મુક્ત થઈ ધર્મધ્યાન, શુક્લ ધ્યાન કરવું. મિથ્યાદર્શનાદિનો ત્યાગ કરી સમ્યગ્દર્શનાદિમાં જોડાવું તે પ્રતિક્રમણની યોગ્યતા છે. પ્રથમ અને ચરમ તીર્થકરના શિષ્યો ચલાયમાન થતાં તથા પ્રાય મૂઢમતિ હોવાથી દોષ - અતિચાર હોય કે ન હોય પરંતુ ઉપર પ્રમાણે પ્રતિક્રમણ કરવાની આજ્ઞા શાસ્ત્રાનુસારી છે. બીજાથી ત્રેવીસમા તીર્થકરના શિષ્યો સરળચિત્ત હોવાથી જ્યારે અતિચાર લાગે ત્યારે શીધ્ર પ્રતિક્રમણ કરી અતિચારથી મુક્ત થતાં. સંસારીજીવ પાપયુક્ત હોવા છતાં જો પ્રતિક્રમણ ન કરે તો તે અપરાધ છે. પ્રતિક્રમણની વિધિ દરેક સંપ્રદાયની અલગ અલગ પ્રકારની હોય છે, તેનો આશય અતિચાર - દોષથી મુક્ત થવાનો છે. પ્રતિક્રમણ એ આવશ્યક ક્રિયા છે. સામાયિક સહિતના પ્રતિક્રમણમાં છ આવશ્યક સમાય છે. તેમાં પાપ દોષ - અતિચારથી મુક્ત થવાની વિશેષતા છે. ફક્ત સામાયિક એ સમભાવ યુક્ત, સાવદ્ય પાપકર્મથી ત્રિવિધ યોગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org