________________
શબ્દપરિચય
૧૮૯
સમ્યગ્દર્શન-સમ્યક્ત્વ પામવું કેટલું દુર્લભ છે તેનું ચિંતન. બોધિબીજઃ સમ્યક્ત્વરૂપી મોક્ષનું અવન્ધ્યકારણ, અવશ્યળ આપે. બોધિસત્ત્વ : બૌદ્ધદર્શનમાં ‘સમ્યગ્દષ્ટિ જીવ' માટેનો પારિભાષિક શબ્દ. બુદ્ધ ભગવાનનો સ્થાપેલો ધર્મ બૌદ્ધ ધર્મ દર્શન કહેવાય છે. ભારતને બદલે ચીન જાપાનમાં વધુ પ્રસાર પામ્યો હતો. બૌદ્ધ દર્શનના અનુયાયી બુદ્ધને ભગવાન સર્વજ્ઞ માને છે. ભગવાં વસ્ત્ર ધારણ કરે છે. બૌદ્ધ સાધુઓ બ્રહ્મચર્ય તથા જીવદયા પાળે છે પરંતુ જો પાત્રમાં માંસાહાર મળે તો તેને શુદ્ધ માનીને ગ્રહણ કરે છે. ભગવાન મહાવીરના સમકાલીન; બિહારમાં બુદ્ધ - ગૌતમ બુદ્ધ થયા હતા. ગૌતમબુદ્ધ અને ગૌતમસ્વામી જુદા છે.
બ્રહ્મ : કલ્પવાસી દેવોનું પાંચમું કલ્પ. બ્રહ્મ અહિંસાવ્રતનું યથાર્થ પાલન
કરીને પવિત્ર થાય છે તે બ્રહ્મ. સમસ્ત વસ્તુઓને જાણનાર તથા સ્યાત પદથી ચિલિત શબ્દ બ્રહ્મ છે. સર્વ જીવ એક બ્રહ્મનો અંશ નથી. બ્રહ્મનો અર્થ થાય છે. નિર્મલ જ્ઞાનસ્વરૂપ આત્મા શરીરથી નિર્મમત્વ થઈ આત્મામાં લીન થવું તે બ્રહ્મ.
Jain Education International
બ્રાહ્મણ
બ્રહ્મચર્ય : અધ્યાત્મમાર્ગમાં બ્રહ્મચર્યને સર્વપ્રધાન માન્યું છે. નિશ્ચયથી આત્માની સ્વમાં રમણતા તે બ્રહ્મચર્ય. અઢાર હજાર ભાંગારહિત, નવવાડયુક્ત છે. સ્ત્રીના (સ્ત્રીપુરુષ અન્યોન્ય) ત્યાગરૂપ, અણુવ્રત, મહાવ્રત છે. સ્ત્રીપુરુષની અન્યોન્ય ભોગેચ્છાનો ત્યાગ, અનુભૂત વિષયસેવનની સ્મૃતિ, શૃંગાર વિષયક કથાત્યાગ. વૃદ્ધા યુવાન સ્ત્રી પ્રત્યે માતા તથા બહેન સમાન ભાવ. મુનિ સ્ત્રીસંગ કરે નહિ. તેના રૂપને નીરખતો નથી. સ્નિગ્ધ કે વિકારી આહારનો ત્યાગ. શ્રાવક અણુવ્રતમાં સ્વદારાસંતોષ વ્રત ગ્રહણ કરે છે. પર્વતિથિએ વ્રત પાળે છે. મૈથુનમાં નવ લાખ પંચેન્દ્રિય જીવોની હિંસા છે, તેવો બોધ ગ્રહણ કરવો કે મૈથુનથી આત્માનું અહિત છે. બ્રહ્મચારી જે બ્રહ્મમાં આત્મામાં) આચરણ કરે છે. ઇન્દ્રિયવિજ્યી છે. જેને પરસ્ત્રી માત્ર માતા બહેન સમાન છે. આજીવન જેને બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું છે તે. બ્રહ્મવિદ્યા : આત્મલ્લિષેણ રચિત
સંસ્કૃત છંદબદ્ધ અધ્યાત્મિક ગ્રંથ. બ્રહ્મોત્તર ઃ કલ્પવાસી દેવોનો એક ભેદ. બ્રાહ્મણ : જૈન દર્શનમાં અણુવ્રતધારી વિવેકવાન શ્રાવક સુસંસ્કારી
For Private & Personal Use Only
www.jainelibrary.org