________________
ભવ્ય
કયા આરા-કાળમાં શું થશે. પંચમકાળમાં પૂર્ણ મોક્ષ, કેવળજ્ઞાન જેવા પદાર્થો લુપ્ત રહેશે. જંબુકુમા૨ પછી કોઈનો ભરતક્ષેત્રે મોક્ષ નથી. છઠ્ઠા આરામાં કેવાં દુ:ખો પડશે વગેરે.
સામાન્યતઃ
સંસારમાં પણ
જ્યોતિષીઓ તે તે શાસ્ત્રોના આધારે આગાહી કરે છે. ભવ્ય ઃ સંસા૨થી મુક્ત થવાને યોગ્ય તે ભવ્ય અને તેવી યોગ્યતારહિત તે અભવ્ય, એવું જિનેશ્વરનું કથન છે. યદ્યપિ ભવ્ય જીવ માત્ર મુક્તિ જ પામશે તેવું નથી. કેટલાક ભવ્ય જીવો મુક્તિનો પુરુષાર્થ કરવા સમર્થ નહિ બને તે જાતિભવ્ય જ રહેવાના. (અભવ્યસમ) જે ઘણા દૂરાનુદૂર સમય પછી પુરુષાર્થ કરવા સમર્થ થશે તે દુર્વ્યવ્ય છે. અને સમીપમાં પુરુષાર્થ વડે મુક્તિ પામશે તે આસનભવ્ય છે. જેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે તેઓ ભવ્ય કે નોઅભવ્ય નથી. મુક્તિની પ્રાપ્તિ પછી ભવ્યત્વ સાંત થાય છે. અર્થાત્ જેનામાં સમ્યગુજ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાની યોગ્યતા છે તે ભવ્ય, સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળે ભવિષ્યમાં મોક્ષ પ્રાપ્ત કશે. અભવ્ય જીવ ભલે સાધુપણું
૧૯૪
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
પામશે તોપણ તે અનંતકાળે પણ મોક્ષની પ્રાપ્તિ નહિ કરે. તેને મોક્ષની પ્રાપ્તિની ભાવના કે શ્રદ્ધા થતી નથી.
જે કેવળજ્ઞાનાદિ સ્વરૂપમાં, સ્વાભાવિક નિજસ્વરૂપના સુખમાં સમ્યગ્ શ્રદ્ધા ધરાવે છે તે ભવ્ય. તેથી વિપરીત અભવ્ય છે.
શુદ્ધ નિશ્ચયનયથી ભવ્યઅભવ્યનો ભેદ નથી. સર્વ જીવ સત્તા અપેક્ષાએ શુદ્ધ ચૈતન્ય છે. અશુદ્ધ નયથી ભવ્ય-અભવ્યમાં અત્યંત અંતર છે. ભવ્યત્વગુણ : જે શક્તિના નિમિત્તથી
આત્મામાં સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ થવાની યોગ્યતા હોય. ભસ્મછનાગ્નિ રાખથી ઢંકાયેલો અગ્નિ.
ભાગ : અંશ, પર્યાય, ભાગ, હાર, વિધા, પ્રકાર, ભેદ, છંદ તથા ભંગ એકાર્થવાચી છે.
ભાગાભાગ ઃ કુલ દ્રવ્યના વિભાગ
કરીને કેટલો ભાગ કોના હિસ્સામાં આવે છે તે ભાગાભાગ. જેમ કે એક સમયબદ્ધ સર્વ કર્મ પ્રદેશોનો કંઈ ભાગ જ્ઞાનાવરણીને મળ્યો તેમાંથી ચોથો ભાગ મતિજ્ઞાનાવરણીને મળ્યો. તે પ્રકારે કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, ચારે પ્રકારના અલ્પતર બંધક
For Private & Personal Use Only
www.jainelibrary.org