________________
મધુર સંભાષણ
રહેલા જીવોની હિંસા થાય છે. તેથી સાધકે તેનો ત્યાગ કરવો જોઈએ. મધુમિશ્રિત ગુલકંદ જેવા પદાર્થોનો ત્યાગ કરવો.
૨૦૪
મધુર સંભાષણ વચનમાં મધુરતા, વાણીમાં સૌમ્યતા, પ્રિય તથા સભ્ય
વચન.
મધુસાવી: જેમાંથી મધુ૨૨સનું ઝરવું હોય. સ૨ળ સ્વભાવી.
મધ્યલોક :
મનુષ્યલોક-તિલિોક
અઢીદ્વીપમાં એક લાખ ચાલીસ યોજન મેરુની ઊંચાઈએ બરાબર મધ્યલોક છે.
મધ્યાહ્ન : બપોરનો સંધિકાળ મન : ચિત્ત, બુદ્ધિ, (લાગણી, ભાવ.) મન અત્યંત૨ ઇન્દ્રિય છે, તેના બે ભેદ છે ૧ દ્રવ્યમન, ૨ ભાવમન. દ્રવ્યમન : હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલના આકારરૂપ પુદ્ગલોની રચના-વિશેષ) ચક્ષુ આદિ ઇન્દ્રિયની સાથે તે તે વિષયોમાં નિમિત્ત હોવાથી અપ્રત્યક્ષ તથા અત્યંત સૂક્ષ્મ હોવાથી તેને ઇન્દ્રિય ન કહેતા અનિન્દ્રિય કહેવાય છે. (ઇષત્ ઇન્દ્રિય)
દ્રવ્યમનની : મનોવર્ગણા વિશેષથી રચના થાય છે, તે પુદ્ગલ વિપાકી નામકર્મના ઉદયથી હોય છે. તે ભાવમનનું નિમિત્ત છે. ભાવમનથી
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
પરિણત આત્માના ગુણ, દોષ, વિચાર, સ્મરણાદિ કરવામાં દ્રવ્યમન નિમિત્ત છે. ઇન્દ્રિયોનો વ્યાપાર મનને આધીન છે. ગુણ દોષના વિચાર કે સ્મરણમાં ઇન્દ્રિયોની અપેક્ષા નથી તેથી તે અંતરગત કરણ હોવાથી મનને અંતઃકરણ કહે છે.
ભાવમન : સંકલ્પ વિકલ્પાત્મક પરિણામ, વિચાર, ચિંતનરૂપ, જ્ઞાનની અવસ્થાવિશેષ તે ભાવમન છે, તે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જીવનો ગુણ હોવાથી તેનો આત્મામાં અંતર્ભાવ થાય છે. તેના લબ્ધિ અને ઉપયોગ બે લક્ષણ છે. શક્તિ અને વ્યાપાર-તે મનોયોગ છે. મનવાંછિત : મનગમતું, ઇષ્ટ હોય. મન:પર્યય : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની
મર્યાદાથી જે બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે, ચૌદપૂર્વી સંયતિ મુનિને આ જ્ઞાન હોય છે. પાંચ જ્ઞાનમાં ચોથું છે. સંશિ જીવોના મનની વાતવિચારને પ્રત્યક્ષ જાણે છે. અવધિજ્ઞાનથી અલ્પક્ષેત્ર હોવા છતાં વિશુદ્ધિની વિશેષતા છે. અન્યના મનનું નિમિત્ત છતાં તે અતીન્દ્રિય જ્ઞાન છે. તેના બે ભેદ. ૧ જુમતિ : તેમાં કેવળ ચિંતિત
For Private & Personal Use Only
www.jainelibrary.org