________________
પ્રત્યાખ્યાન
પ્રત્યાખ્યાન ઃ આગામી કાળમાં દોષ ન કરવાની પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન અથવા સીમિત કાળ માટે આહારાદિનો ત્યાગ કરવો તથા આહારાદિ કર્યા પછી પુનઃ યોગ્ય કાળપર્યંત અનાદિનો ત્યાગ ક૨વો. પરમાર્થથી ભવિષ્યકાળના શુભ કે અશુભ કર્મ જે ભાવથી બંધાય તે ભાવથી આત્માને નિવૃત્ત કરવો તે આત્મપ્રત્યાખ્યાન છે. ઇચ્છાઓનો ત્યાગ કરી સમાધિમાં રહેવું. પ્રત્યાખ્યાનનો અધિકારી ગૃહસ્થ કે મુનિ છે. તે સિવાયની ગતિમાં પ્રત્યાખ્યાન સંભવ નથી. (અપેક્ષાએ તિર્યંચને હોય) પ્રત્યાખ્યાનને પચ્ચક્ખાણ (દૃઢ સંકલ્પ) કહે છે. તે અનેક પ્રકારના હોય છે. સમ્યક્ત્વ સહિત ગૃહસ્થ અને મુનિ પ્રત્યાખ્યાન વડે ભાવવિશુદ્ધિ કરે છે. તેને માટે જે અયોગ્ય હોય તેનો ત્યાગ કરે છે, તે અલ્પકાલીન અથવા જીવિત સુધી ગ્રહણ કરે છે. નવકા૨શીથી માંડીને ઉપવાસ એ પચ્ચક્ખાણ છે. પાંચ અણુવ્રત મૂળગુણ પ્રત્યાખ્યાન છે પ્રાયે જીવનપર્યંત હોય. અનશન તપાદિ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે તે મર્યાદિત સમય માટે હોય, પ્રત્યાખ્યાનરહિત જીવન
Jain Education International
૧૭૨
જૈન સૈદ્ધાંતિક વિરાધના છે,
સહિત મરણ
અને મરણ
પ્રત્યાખ્યાન આરાધના છે.
પ્રત્યાખ્યાનાવરણ : મોહનીય કર્મની ઉત્તરભેદની પ્રકૃતિરૂપ એક કર્મ છે જેના ઉદયથી જીવ વિષયાદિનો ત્યાગ કરવા સમર્થ થતો નથી. પ્રત્યાખ્યાનને આવરણ કરનારા ક્રોધાદિ કષાયો છે, જેથી જીવ સર્વ વિરતિના ભાવ કરવા અસમર્થ બને છે. સામાન્યતઃ તેનો સમય એક પખવાડિયાનો છે. પ્રત્યાહાર : ઇન્દ્રિયોના અસંયમને રોકવો.
:
પ્રત્યુષકાલ : પ્રાતઃનો સંધિકાલ. પ્રત્યેકશરીર નામકર્મ જે કર્મના ઉદયથી વનસ્પતિનાં ફળ, ફૂલ વગેરેનાં શરી૨ જુદાં જુદાં છે. પ્રત્યેકશરીરવ{ણા પ્રત્યેક શરીરની વનસ્પતિને લગતી વર્ગણા. પ્રથમાનુયોગ : આગમ સંબંધ
:
પ્રથમાનુયોગ જેમાં ધર્મકથાની વિશેષતા છે. દૃષ્ટિ-પ્રવાદનો ત્રીજો ભેદ. પ્રથમોપશમ સમ્યક્ત્વ ઃ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ અને અનન્તાનુબંધીની ૪ પ્રકૃતિ એવી રીતે સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય તે ઉપશમ સમ્યક્ત્વ અને સાતે પ્રકૃતિઓનો
For Private & Personal Use Only
www.jainelibrary.org