________________
શબ્દપરિચય
પ્રમાણના ચાર ભેદ છે. ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમાન, ૪. શબ્દ. પુરાવો, સાક્ષી, યુક્તિ, સાધ્યને સાધનાર હેતુ એકાર્થ છે. સંશય, વિમોહ, વિભ્રમરહિત જે વસ્તુનું જ્ઞાન તે જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રમાણ છે.
પ્રમાણનય તાલોક : શ્વે. આ. વાદિદેવસૂરિ રચિત ન્યાયવિષયક ગ્રંથ છે. (ટીકા) બીજું નામ સ્યાદ્વાદરત્નાકર છે.
પ્રમાણ નવૈરધિગમ : જીવાદિ તત્ત્વોના શાન કરવાના ઉપાયને પ્રમાણ તથા નયથી નિરૂપણ કરે છે. તે સિવાય અન્ય ઉપાય નથી. શ્વેતાંબર દિગંબર બંને આમ્નાયમાં આચાર્યો રચિત ગ્રંથમાંથી વિશેષ અભ્યાસ કરવો. પ્રમાણપરીક્ષા : પ્રમાણમીમાંસા
—
Jain Education International
વિદ્યાનંદિ કૃત સંસ્કૃત ન્યાય વિષયક ગ્રંથ.
પ્રમાણમીમાંસા : છે. આ. હેમચંદ્રસૂરિ રચિત ન્યાય વિષયક ગ્રંથ. પ્રમાણયોજન : ક્ષેત્રનું પ્રમાણવિશેષ, પ્રમાણરાશિ : ગણિતમાં યોગ્ય પ્રમાણ કરી જે ઉત્તર આવે તે. પ્રમાણવિસ્તાર, પ્રમાણસંગ્રહ : દિ. આ. રચિત ન્યાય વિષયક ગ્રંથ. પ્રમાણાંગુલ : ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ. પ્રમાતા : જાણનાર. વસ્તુને મેળવવાની
૧૭૫
પ્રમોદ
કે છોડવાની ઇચ્છા કરે તે. પ્રમાદ : કષાય સહિત અવસ્થાને પ્રમાદ કહે છે. ધર્મમાં અનાદર, ચાર કષાય, નવ નોકષાયના પરિણામ, ઉદય, આળસ, નિદ્રા, મૂળગુણ ઉત્તરગુણરૂપ દેશવ્રત મહાવ્રતમાં અતિચા૨ લાગવો. ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિયના વિષયો, રાગ, નિદ્રા એ પંદર પ્રકાર વગેરે પ્રમાદ છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી અલ્પાધિક પ્રભાવ હોય છે. પ્રમાદચરિત અનર્થદંડમાં આવતા દોષો, અતિચાર. પ્રમાર્જન - પ્રમાર્જિત જીવોની રક્ષા માટે કોમળ ઉપકરણ, રજોહરણ ચરવળા જેવાં સાધનોથી વસ્તુ કે ભૂમિનું પ્રમાર્જન કરવું.
પ્રમિતિ : કસોટી - પરીક્ષા કરીને જેનું જ્ઞાન થાય તે.
પ્રમેય : દરેક પદાર્થમાં જણાવાનો ગુણ છે તે પ્રમેય.
પ્રમેયત્વ : પ્રમાણ દ્વારા જે જણાય તે.
જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય. પ્રમેયરત્ન કોશ : પ્રમેય રત્નાકર, ન્યાય વિષયક સંસ્કૃત ગ્રંથ.
પ્રમોદ : મુખની પ્રસન્નતા દ્વારા અંતરની ભક્તિ કે અનુરાગનું વ્યક્ત થવું. જ્ઞાની ગુણવાન જનોના ગુણથી હર્ષ પામવો.
:
For Private & Personal Use Only
www.jainelibrary.org