________________
શબ્દપરિચય
૧૬ ૫
પ્રતિબંધ
ત્યાગમય જીવન. શ્રાવકના બાર
વ્રતમાંનું ૧૧મું વ્રત. પ્રકરણસમ જાતિ: બંને પદાર્થના
સાધર્મ્સની કે વૈધર્મીની પ્રક્રિયાની સિદ્ધિ થાય છે. વિચારને આશ્રિત અનિશ્ચિત પક્ષ કે પ્રતિપક્ષને
પ્રકરણસમ કહે છે. પ્રકરણસમ હેત્વાભાસ : જે પદાર્થોનું
વિરોધી સાધન હાજર હોય તે.
જેમકે શબ્દ અનિત્ય છે. કેમ કે તે નિત્યધર્મરહિત છે. તેમ વિરોધી
તત્ત્વનું હોવું તે. પ્રકારઃ ભેદ, ભાગ, વગેરે. પ્રકાશઃ તેજ. જ્યોત. બાહ્ય પદાર્થોના
જ્ઞાનને પ્રકાશ કહે છે. પ્રકીર્ણકઃ પરચૂરણ) શ્રેણિબદ્ધ
વિમાનની વચમાં વિખરેલાં પુષ્પોની જેમ છૂટાંછવાયાં - પંક્તિરહિત સ્થિત વિમાનો, દેવોના આવાસો. અથવા ચારે દિશા કે વિદિશાઓની વચ્ચે પંક્તિરહિત જે બિલ છે તે નરકના આવાસો છે. પ્રકીર્ણક દેવ: ગામ કે શહેરના
રહેવાસી જેવા દેવ. પ્રકુર્તી સર્વ પ્રકારે ક્ષેપકની શુશ્રુષા કરે
છે, તેમાં પરિશ્રમ પડવા છતાં પ્રસન્ન રહે કરે છે, તે આચાર્યને
પ્રકુર્વી આચાર્ય કહે છે. પ્રકૃતિબંધ: રાગદ્વેષાદિન નિમિત્તથી
જીવની સાથે પૌગલિક કર્મોનો
નિરંતર બંધ થાય છે. જીવના પરિણામોની વિચિત્રતાથી કર્મ પણ અનેક પ્રકારની ફલાદાન શક્તિયુક્ત છે. તેના મૂળ આઠ પ્રકાર છે અને ઉત્તર ભેદ ૧૪૮ છે. વળી અનંત જીવોની પ્રકૃતિ અનુસાર અનંત પ્રકાર છે. અર્થાત્ સંપૂર્ણ કર્મોનો સમૂહ અનંત છે. પ્રકૃતિઃ સ્વભાવ. જેમકે સાકરની પ્રકૃતિ ગળપણ. તેમ જ્ઞાનાવરણીયની પ્રકૃતિનું જ્ઞાનને આવરણ કરવું. અથવા તત્ત્વઅર્થનું જ્ઞાન ન હોવું. એકાર્યવાચીનામઃ શક્તિ, લક્ષણ, ગુણ, ધર્મ, પ્રકૃતિ, આકૃતિ વગેરે જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોના સ્વકર્મયોગ્ય પુદ્ગલદ્રવ્યનો આકાર તે પ્રકૃતિબંધ છે મોહાદિજનક તથા જ્ઞાનાદિઘાતક તે તે સ્વભાવવાળા કાર્મણ પુગલ સ્કંધોનો આત્મા સાથે સંબંધ થવો. નામ તથા ભેદ. જ્ઞાનાવરણ (૫) દર્શનાવરણ (૯) વેદનીય (૨), મોહનીય (૨૮) આયુ (૪) નામ (૯૩) ગોત્ર (૨) અંતરાય (૫). સાદિ-અનાદિ-ધ્રુવ - અધ્રુવબંધી પ્રકૃતિઓનું લક્ષણ : સાદિબંધ: કર્મની પ્રકૃતિનો બંધ વિચ્છેદ થયા પછી જે નવીન કર્મ બંધાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org