________________
આર
આયુના ૨/૩ ભાગના પુનઃ પુનઃ પ્રકા૨ થાય તે પ્રમાણે. જે જાતિગતિનું આયુ બંધાય, તેમાં પછી ફેરફાર થઈ શકતો નથી. નિમિત્તાધીન આયુ સામાન્ય જીવોને ઘટી શકે (અપકર્ષણ) પણ (ઉત્કર્ષણ) વધી શકતું નથી. અર્થાત્ જેના સદ્ભાવમાં આત્માનું જીવિતવ્ય છે તે તથા જેના અભાવમાં મૃત્યુ છે તે આયુકર્મ છે. ભોગવાતું આયુ ભુજ્યમાન છે. આગામી આયુબંધ બદ્ધમાન છે. ગતિબંધ જન્મનું કારણ નથી. આયુ જન્મનું કારણ છે. આયુને ગતિ અનુસરે છે. મધ્ય પરિણામોની (ઘોટમાન) સ્થિતિમાં આયુબંધ થાય છે. જીવોની હિંસા કરવાવાળો અલ્પાયુ બાંધે છે. વિશેષ પ્રકાર તત્ત્વાર્થ સૂત્રાદિ ગ્રંથમાંથી જાણવો.
આરઃ ચોથી નરકનું પ્રથમ પ્રતર. આરણ: સ્વર્ગનો એક પ્રકાર. આરંભ : આરંભક્રિયા. અન્ય પ્રાણીઓને દુઃખ પહોંચે તેવી ક્રિયા કરવી. મૂર્છા-મોહ સંબંધી સર્વ ક્રિયાને આરંભ કહે છે. તે સંબંધી સર્વ પ્રવૃત્તિ આરંભ છે. આરંભ ત્યાગ પ્રતિમા સાંસારિક આંરભનો ત્યાગ, નિવૃત્તિ. આરંભ-સમારંભ : જીવોની હિંસા કરવી
:
Jain Education International
૪૬
જૈન સૈદ્ધાંતિક
તે આરંભ. હિંસા કરવા સાધન સામગ્રી ભેગી કરવી તે સમારંભ. આરા ઃ અવસર્પિણી - ઉત્સર્પિણીના છ
જાતના કાલવિભાગ, ગાડાના પૈડાના આરા જેવા ભાગો.
આરાધક સંસારનાં ભૌતિક સુખોદુઃખો ઉ૫૨ના રાગ-દ્વેષની મંદતા કરી અધ્યાત્મ દૃષ્ટિ તરફ જનાર સાધક.
આરાધના ઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યચારિત્ર, સમ્યગતપનું દૃઢતાપૂર્વક ધા૨ણ કરવું, તેમાં પરિણિત જોડવી. શુદ્ધાત્મ સ્વભાવમાં ટકવું. અધ્યાત્મદૃષ્ટિની પ્રાપ્તિ માટે કરાતી ધર્મ ક્રિયા. આરાધના કથા કોશ ઃ આરાધના
પંજિકા, આરાધના સંગ્રહ, આરાધના સાર, દિગંબર આચાર્ય રચિત ગ્રંથો છે.
આરાધ્ય ઃ આરાધના કરવા યોગ્ય સર્વજ્ઞ ૫રમાત્મા, ગુરુતત્ત્વ તથા ધર્મ તત્ત્વ. આરોહક : ચઢનાર, ઉપશમ કે ક્ષપકશ્રેણી પર ચઢનાર.
આર્જવ :
(આર્જવતા) સરળતા. માયાચારથી વિપરીત સરળતા
ગુણ. મનવચનકાયાના યોગની અવક્રતા, સરળતા.
આર્દ્ર :
: દુ:ખમાં દીનતા થવી. આર્તધ્યાન ઃ એક પ્રકારનું દુર્ધ્યાન છે.
:
For Private & Personal Use Only
www.jainelibrary.org