________________
દાનાંતરાયકર્મ
સાધુજનોને આહારાદિ આપવા વૈયાવૃત્ત કરવી, ઉપકરણ આપવા ઉત્તમ દાન છે. લૌકિક - સામાન્ય દાન જેમાં જરૂરિયાતવાળા તમામ ક્ષેત્રોમાં દાન આપવું. યદ્યપિ દાન સમયની ભાવના પ્રમાણે ફળ નીપજે છે.
૧૧૨
અનુકંપાદાન સ્વ-૫૨ હિતને લક્ષ્યમાં રાખી વસ્તુઓ આપવી, (ત્યાગ કરવો) જેમાં પશુ-પક્ષી જેવાં પ્રાણીઓનો સમાવેશ છે. આ ઉપરાંત ઔષધીદાન, અભયદાન, આહારદાન પણ છે. સવિશેષ ગૃહસ્થે આહારદાનમાં અતિથિ ભોજન આપીને ખાવું યોગ્ય છે. ગૃહસ્થને માટે દાન એ જીવન અને ધનની સફ્ળતા છે, તે સિવાય જીવન વ્યર્થ છે. દાન દ્વારા પરિગ્રહના પાપની શુદ્ધિ થાય છે. શુદ્ધભાવથી અન્યને આપેલું વૃદ્ધિ થઈને પાછું મળે છે. જ્ઞાનદાતા સવિશેષ મુનિજનો છે. અભયદાન ઉત્તમ દાન છે. જેમાં જીવોની ભયથી રક્ષા થાય છે. સત્પાત્રદાન ફળદ્રુપ ભૂમિમાં વાવેલું ધાન ઉત્તમ પ્રકારનું અને ઘણી વૃદ્ધિવાળું ઉત્પન્ન થાય છે. તેમ સત્પાત્રદાનનું ફળ છે.
અપાત્ર
સામાન્ય =
દાન.
મરુભૂમિમાં વાવેલું તે જ ધાન ઘણું
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
અલ્પપણે ઉત્પન્ન થાય છે તેવું અપાત્ર દાનનું છે. યદ્યપિ દાન કરવાના હેતુથી અન્યાય કે હિંસાદિ વડે ધન મેળવી દાન કરવાની ઇચ્છા ન કરવી. દાનાંતરાયકર્મ : અંતરાયકર્મની પ્રથમ
ઘાતી પ્રકૃતિ છે. જેના ઉદયથી જીવને વસ્તુનો યોગ હોવા છતાં દાન કરવાની ભાવના ન થાય. ભાવિબંધ દરિદ્રતાનો થાય. દાયક : દાન કરવાવાળો દાતા, તીર્થંકર મહાન દાતા-દાયક છે. દિક્ : દિશા. દિકુમારી : આઠ દેવીઓ, ભગવાનની
માતાની ગર્ભ સમયે સેવા કરે છે. દિવ્રત : દિગ્વત : શ્રાવકનાં બાર
વ્રતમાં છઠ્ઠું વ્રત દસ દિશાનું પરિમાણ ક૨વા માટે છે. સૂક્ષ્મ પાપોની નિવૃત્તિ માટે નદી, પર્વત આદિ પ્રદેશમાં કેટલા ક્ષેત્રમાં કેટલા સમય માટે જવું તેનું પરિમાણ. પ્રતિજ્ઞા લીધા પછી પ્રમાદવશ કે જાણેઅજાણે ક્ષેત્રાદિની વૃદ્ધિ થાય તો અતિચાર લાગે. દિગંબર : વસ્ત્રરહિત, સર્વ પરિગ્રહરહિત અવસ્થા. દિગંબર સાધુ સંઘ તે પ્રથમ હતો. શ્વે. સંઘ નવીન ઉત્પન્ન થયેલો સંઘ મનાય છે. અન્યોન્ય એવી માન્યતા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org