________________
નવકારશી પચ્ચક્ખાણ
માસમાં દરેક માસે સાધુજનો સ્થાન બદલે એમ નવકલ્પ વિહાર હોય. જેથી એક સ્થાને લોકસંપર્કમાં રાગાદિ ન થાય. નવકારશી પચ્ચક્ખાણ ઃ સૂર્યોદય પછી ૪૮ મિનિટ પછી, ત્રણ નવકાર ગણીને પાણી કે આહારવિધિ થાય. મૂઠી વાળવી તે પચ્ચક્ખાણ પાળવાનો સંકેત વિશેષ છે. નવધા ઃ મન, વચન, કાયા વડે કરવું કરાવવું. અનુમોદવું તેવો અન્યોન્ય નવ પ્રકારનો ભેદ.
૧૨૬
નવનિધિ : ચક્રવર્તીને ભોગયોગ્ય નવ ભંડારો. જે વૈતાઢ્ય પાસે પાતાળમાં છે. પુણ્યોદયથી ચક્રવર્તીને મળે છે. જેમાં ઘણી વિદ્યાઓ અને ઐશ્વર્ય હોય છે. નવપદ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આ નવપદ. નવપદની ઓળી : આસો અને ચૈત્ર માસના શુક્લપક્ષમાં સાતમથી પૂનમ સુધીની નવ દિવસોની આયંબીલ તપપૂર્વક કરાતી નવપદની આરાધના. નંદનવન : મેરુપર્વત ઉપર સમભૂતલાથી પાંચસો યોજનની ઊંચાઈએ પાંચસો યોજનના ઘેરાવાવાળું સુંદર વન. નંદાવર્ત : વિશિષ્ટ પ્રકારનો સાથિયો,
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
જેમાં
આત્માના સંસારમાં ભિન્નભિન્ન પરિભ્રમણ સૂચવતાં ચિહ્નો છે.
નંદીશ્વરદ્વીપ : જંબુદ્રીપથી આગળ ઘંટીના પડ જેવો ગોળાકારે આઠમો દ્વીપ જેમાં બાવન પર્વતો અને ચૈત્યો છે.
નાડી : ઔદારિક શરીરમાં રહેલી નાડીઓ. ચૌદરાજની ત્રસનાડી પણ છે.
-
નામ : અર્થની સન્મુખ લઈ જાય તે નામ. તેના ચાર ભેદ. ૧. જાતિવાચક ગાય, મનુષ્ય; જાતિને દર્શાવે. ૨. દ્રવ્યવાચક છત્રી, લાકડી; સંયોગિક દ્રવ્યો વડે કહેવાય તે જેમકે છત્રીવાળો. ૩. ગુણવાચક કાળો, ઊંચો વગેરે ગુણવાચક નામ છે. ૪. ક્રિયાવાચક - ગાયક, નર્તક વગેરે ક્રિયાઓના નિમિત્તથી ઓળખાય, વ્યક્તિ વિશેષને ઓળખાવતો શબ્દ. જેમકે ભગવાનનાં ૧૦૦૮ નામ છે. નામકર્મ : નામ સંજ્ઞાવાળું કર્મ જીવના શુદ્ધ સ્વભાવને આવરણ કરીને મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકીપણે ઓળખાવે. આત્માને નમાવે તે નામકર્મ. શરી૨માં અનેક પ્રકારની રચના, જેમકે સંસ્થાન, સંહનન, વર્ણ, ગંધાદિ. ગતિ, જાતિ, આઠેય, અનાદેય, ત્રસ, સ્થાવર, આનુપૂર્વી,
For Private & Personal Use Only
www.jainelibrary.org