________________
નિબંધન
નિબંધનઃ જોડવું, સંબંધ થવો, કર્મોનું બંધન થવું.
નિમિત્ત ઃ કાર્યની નિષ્પત્તિ સમયે હેતુકારણની ઉપસ્થિતિ-સહાય
કરવાવાળા કારણને નિમિત્તકારણ કહે છે. કારણ, પ્રત્યય, હેતુ, સાધન, સહકારી, ઉપકારી, ઉપગ્રહ, આશ્રય, આલંબન, અનુગ્રાહક, ઉત્પાદક, પ્રેરક વગેરે એકાર્થવાચી શબ્દો છે. કારણ વગર કાર્યની સિદ્ધિ માનવી, બતાવવી, કહેવી. તે સ્વમતિકલ્પના, ઉન્માદ છે. બાહ્ય કારણની અપેક્ષાઓ જીવની ભૂમિકા પ્રમાણે હોય છે. જેમ કે પહેલા ગુણસ્થાનવર્તીની સાધના, સમ્યગ્દૃષ્ટિવંતની સાધના, સાધુજનોની સાધના દરેકનું લક્ષ્ય એક જ હોય કે રત્નત્રય કે મુક્તિની પ્રાપ્તિ. પરંતુ ભૂમિકા અનુસાર સાધના થતી હોય છે ત્યારે બાહ્ય નિમિત્તની સહાય હોય છે. નિમિત્તકા૨ણ : સ્વયં કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોવાનો જેના ૫૨ આરોપ આવે તે પદાર્થ, જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્તકારણ મનાય. નિમિત્તાન ઃ સૂર્ય, ચંદ્ર, ગ્રહ આદિના
Jain Education International
૧૩૦
જૈન સૈદ્ધાંતિક
:
ઉદય તથા અસ્તના આધારે સુખદુઃખ, જન્મ-મરણ આદિ જાણે તે નિમિત્તજ્ઞાન. (જ્યોતિષજ્ઞાન) નિમેષ : આંખનું પલક પલક થવા જેવો સમય. કાલનું એક પ્રમાણ. નિયતક્ષેત્રઃ નક્કી થયેલું ક્ષેત્ર, જેમકે યુગલિક મનુષ્યો માટે અકર્મભૂમિ, સિદ્ધ પરમાત્મા માટે સિદ્ધશિલા. નિયતપ્રદેશત્વ : જીવદ્રવ્યની અસંખ્યાત પ્રદેશત્વશક્તિ. નિયતવૃત્તિ પોતાના સ્વભાવમાં અવસ્થિત રહેવું. ટકી રહેવું. નિયતિ જે કાર્ય અથવા પર્યાય (વસ્તુની અવસ્થા) જે નિમિત્ત દ્વારા જે દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ ભાવથી થાય છે, તે કાર્ય તે નિમિત્ત દ્વારા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં કે ભાવથી તે પ્રકારથી થાય. આ કાર્યવ્યવસ્થાને નિયતિ કહે છે. નિયત કર્મોદયના નિમિત્તની અપેક્ષાએ તેને દૈવ પ્રારબ્ધ' કહે છે. નિયત કાળની અપેક્ષા તે કાળબ્ધિ કહેવાય. નિયત ભાવની અપેક્ષાએ તેને ભવિતવ્ય કહેવાય. પોતાના સમય પ્રમાણે તે તે સમયે ક્રમવાર પર્યાયોનું થવું તે ક્રમબદ્ધ પર્યાય છે. યદ્યપિ કર્તાભોક્તાભાવવાળા રાગીની બુદ્ધિમાં સર્વવસ્તુ અનિયત લાગે છે. પરંતુ નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org