________________
શબ્દપરિચય
છે. પરિગ્રહ બે પ્રકારનો છે. ૧. બાહ્ય પરિગ્રહ - બાહ્ય પદાર્થોના ગ્રહણ કે સંગ્રહ. ૨. અંતરંગ પરિગ્રહ અંતરંગ રાગાદિ પરિણામ, બાહ્ય પરિગ્રહ નિમિત્ત છે. રાગાદિ મૂળ કારણ હોવાથી તે અંતરંગ પરિણામ છે. જો રાગાદિ ભાવ નથી તો બાહ્ય પદાર્થોની પરિગ્રહ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. છતાં અંતરંગ પરિગ્રહનું નિમિત્ત હોવાથી બાહ્ય પદાર્થો અને તેની મૂર્છા ત્યાજ્ય છે. સાધુજનો માટે પરિગ્રહ અતિ નિંદનીય છે. તેનો પરિહાર કરવા પરિગ્રહ ત્યાગ ગૃહસ્થનું અણુવ્રત તથા મુનિને મહાવત છે.
પાંચમું અણુવ્રત પરિગ્રહ પરિમાણ (સંક્ષેપ) ગૃહસ્થનું વ્રત છે, જેમાં લોભનો ત્યાગ કરી સંતોષ સહિત, બાહ્ય પદાર્થો વિનશ્વર જાણીને ધન, ધાન્યાદિ, રૂપું, સોનું, ઘર, ક્ષેત્ર, દાસ-દાસી, પશુ આદિ વસ્તુઓનું પરિમાણ નક્કી કરવું, ઘટાડવું. સાધુજનોનું પાંચમું મહાવ્રત છે. જેમાં ઉપકરણ-ઉપધિ સિવાયના સર્વ બાહ્ય પદાર્થોનો સર્વથા ત્યાગ છે. મન વચન કાયાથી પરિગ્રહ કરે નહિ, કરાવે નહિ, ક૨ના૨ને અનુમોદન આપે નહિ. જ્ઞાની પુરુષ પરિગ્રહને પાપ
1
Jain Education International
૧૪૭
પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન
માનીને અત્યંતર તથા બાહ્ય પરિગ્રહનો આનંદપૂર્વક ત્યાગ કરે
છે.
જ્ઞાની શ્રાવક પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરી ક્રમે ક્રમે તેનો પણ સંક્ષેપ કરી (ક્રમસહ પ્રતિમા ધારણ કરી) સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરી મોહલોભને નષ્ટ કરવાનો પુરુષાર્થ કરે છે. ઘરમાં રહેવા છતાં ધન સ્ત્રી આદિનું સ્વામીત્વ ત્યજી દે છે. પરિગ્રહ ત્યાગ શ્રેયસ્કર છે. અત્યંતર અને બાહ્ય પરિગ્રહ અન્યોન્ય કારણ છે. પરિગ્રહનું મૂળ ઇચ્છા છે, તે અજ્ઞાનમય ભાવ છે. બાહ્ય પરિગ્રહરૂપ મૂર્છા જે આત્મામાં ઉત્પન્ન થાય છે તે આત્માના કર્મમલ નષ્ટ થતા નથી. જેમ ભાતની ઉ૫૨નાં ફોતરાં કાઢ્યા વગર ભાતની મલિનતા દૂર થતી નથી. અત્યંતર ત્યાગમાં સર્વ બાહ્ય પરિગ્રહનો ત્યાગ થાય છે. નિશ્ચયથી મિથ્યાત્વાદિનો ત્યાગ નિગ્રંથતા અપરિગ્રહ છે. વ્યવહારથી અત્યંતર બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવાની મુખ્યતા છે. પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન ઃ લોભ કષાયપૂર્વક ૫૨ વસ્તુ પદાર્થોનો સંગ્રહ કરી. તેમાં વૃદ્ધિ કરી આનંદ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org